Entertainment

લગ્નના 15 વર્ષ સુધી અત્યાચાર કેમ સહન કર્યો? સેલિના જેટલીએ ઘરેલું હિંસા પર તોડી ચુપકીદી

મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી સેલિના જેટલીએ (Celina Jaitly) તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની અંગત જિંદગીના એવા પાસાઓ રજૂ કર્યા છે, જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.

નવેમ્બર 2025 (November 2025) માં પતિ પીટર હાગ (Peter Haag) સામે ઘરેલું હિંસા (Domestic Violence) અને ક્રૂરતાનો કેસ દાખલ કર્યા બાદ, હવે સેલિનાએ તે સવાલનો જવાબ આપ્યો છે જે મોટાભાગના લોકો પીડિત મહિલાઓને પૂછતા હોય છે: ‘તમે તેને વહેલા કેમ ન છોડ્યો?’

પ્રેમથી શરૂ થતો અત્યાચાર (Abuse) સેલિના જેટલીએ (Celina Jaitly)એ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક લાંબી પોસ્ટ શેર કરતા લખ્યું કે, એક સફળ અને શિક્ષિત વ્યક્તિ 15 (15) વર્ષ સુધી આવી એબ્યુસિવ મેરેજમાં (Abusive Marriage) કેમ રહે છે? તેનો જવાબ આપતા તેણે જણાવ્યું કે અત્યાચાર ક્યારેય હિંસાથી શરૂ નથી થતો, તે પ્રેમ અને મોટા વચનોથી શરૂ થાય છે. ધીરે ધીરે તમારી નિર્ભરતા (Dependency) વધતી જાય છે અને તમને લાગે છે કે તમે એક સુંદર ભવિષ્ય બનાવી રહ્યા છો.

આશા એક નશા જેવી છે (Hope is like an Addiction) સેલિના જેટલીએ (Celina Jaitly)એ જણાવ્યું કે લગ્નજીવનમાં હંમેશા ખરાબ દિવસો નથી હોતા. વચ્ચે માફી, આંસુ અને સુધારો થવાના ખોટા સંકેતો પણ હોય છે. આ ‘આશા’ (Hope) એક નશા જેવી છે જે તમને તે સંબંધમાં ટકાવી રાખે છે. માનસિક અને મૌખિક અત્યાચાર (Mental and Verbal Abuse) ના કોઈ નિશાન નથી હોતા, પણ તે તમારા આત્મવિશ્વાસને (Self-confidence) અંદરથી ખતમ કરી નાખે છે. સેલિનાના મતે, પહેલીવાર આઘાત લાગે છે, પણ દસમી વખત તે ‘નોર્મલ’ લાગવા માંડે છે.

પોતાના ચાર બાળકો વિશે વાત કરતા સેલિનાએ કહ્યું કે જ્યારે તમે માતા બનો છો, ત્યારે નિર્ણય ફક્ત તમારા માટે નથી હોતા. બાળકોની સુરક્ષા અને સ્થિરતા માટે સ્ત્રીઓ એડજસ્ટ (Adjust) કરતી હોય છે. પ્રોફેશનલ ડિગ્રી (Degree) તમને ગેસલાઈટિંગથી (Gaslighting) બચાવી શકતી નથી. સેલિનાએ જણાવ્યું કે તેણે સાયલેન્સ (Silence), અપમાન અને આઈસોલેશન (Isolation) જેવા તમામ સ્વરૂપોનો અનુભવ કર્યો છે.

પીટર હાગ (Peter Haag) પર ગંભીર આક્ષેપો સેલિનાએ 2010 (2010) માં ઓસ્ટ્રિયન બિઝનેસમેન પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. તેણે પોતાની પિટિશનમાં (Petition) આક્ષેપ કર્યો છે કે પીટરે તેના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા અને ડેબિટ-ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કર્યો હતો. આટલું જ નહીં, પ્રેગ્નન્સી (Pregnancy) દરમિયાન પણ તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સેલિનાએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે તેના પતિ તેને પોતાના બોસ (Boss) સાથે સૂવા માટે દબાણ કરતા હતા.

સેલિનાની આ પોસ્ટ તે તમામ સર્વાઈવર્સ (Survivors) માટે છે જેઓ અત્યારે પણ આવી સ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યા છે. તેણે અંતમાં લખ્યું કે, “જો તમે હજુ પણ ત્યાં છો, તો હું તમને જોઈ રહી છું. જો તમે છોડી દીધું છે, તો હું તમારું સન્માન કરું છું.”

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago