NRI

GSSP દ્વારા “Tie-Dye & Karaoke

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા “Tie-Dye & Karaoke” કાર્યક્રમનું આયોજન

 

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા 2 સપ્ટેમ્બર, 2026ના રોજ ઇલેગન્સ બેન્ક્વેટ હોલ ખાતે “Tie-Dye & Karaoke”
કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સ્વાદિષ્ટ ગુજરાતી ડિનરથી કરવામાં આવી હતી. આજના ડિનરના સ્પોન્સર Ekal Vidyalaya અને Boni Bodalia,
Cadre Health Insurance Services હતા. ડિનર બાદ સંસ્થાના પ્રમુખ હર્ષાબેન ગાંધીએ સૌ સભ્યોનું હાર્દિક સ્વાગત કર્યું હતું તથા તમામ
સ્પોન્સર્સ અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડિનર બાદ પ્રાર્થના ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં જન્મદિવસ ધરાવતા સભ્યોને બર્થડે કાર્ડ
આપવામાં આવ્યા હતા અને “હેપ્પી બર્થડે” ગીત ગાઈને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ Prem Shukla, Ekal Vidyalayaના પ્રતિનિધિએ Ekal Vidyalaya Foundation વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે
આ સંસ્થા ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બાળકોને શિક્ષણ મેળવવામાં મદદ કરે છે. તેમણે સભ્યોને આ ઉમદા કાર્યને સહયોગ આપવા અને
દાન આપવા માટે અપીલ કરી હતી. GSSPના સભ્યોએ તેમની અપીલને ખુલ્લા દિલે સ્વીકારીને ઉદાર સહયોગ અને દાન આપ્યું હતું.
ત્યારબાદ Prem Shukla દ્વારા “Wills & Trusts” વિષય પર મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સભ્યોને કોઈપણ ખર્ચ વિના Will
બનાવવાની તક વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.


ત્યારબાદ Boni Bodalia, Cadre Health Insurance Services દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ અને Medicare અંગે ઉપયોગી માહિતી
આપવામાં આવી હતી. સભ્યોને તેમના પ્રશ્નો અંગે માહિતી મેળવવાની તક પણ મળી હતી. GSSP દ્વારા બંને ફૂડ સ્પોન્સર્સનું પુષ્પગુચ્છ
અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ Tie-Dye પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. GSSP દ્વારા Tie-Dye માટે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. સભ્યોએ
પોતાની સર્જનાત્મકતા દર્શાવીને સુંદર રંગબેરંગી ડિઝાઇનો તૈયાર કરી હતી. દરેક સભ્ય પોતે બનાવેલી કૃતિને યાદગાર સ્મૃતિચિહ્ન તરીકે ઘરે લઈ
ગયા હતા.
ત્યારબાદ  Karaoke કાર્યક્રમ થયો હતો. GSSPના સભ્યોએ ઉત્સાહપૂર્વક પોતાની પસંદગીના ગીતો ગાઈને સૌનું મનોરંજન કર્યું હતું. ગીતો
સાથે ઘણા સભ્યોએ મન મૂકીને ડાન્સ કર્યો હતો અને સમગ્ર હોલ સંગીત, હાસ્ય અને આનંદથી ગુંજી ઉઠ્યો હતો. અંતમાં સંસ્થાના પ્રમુખ
હર્ષાબેન ગાંધીએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ માહિતી, સર્જનાત્મકતા, સંગીત અને મોજમસ્તીથી ભરપૂર રહ્યો હતો અને સભ્યો માટે એક સુંદર તથા યાદગાર સાંજ બની રહી
હતી.
માહિતી: કૃષ્ણકાંત શાહ (કે.કે.)

Chief Editor

Recent Posts

ટેક્સાસમા અનુમોદના….અનુમોદના.

જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (North Dallas) દ્વારા આયોજિત આ પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી જૈન…

2 hours ago

અનંત નાગેને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ એકતા નગર, ગુજરાત ખાતે 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા…

2 hours ago

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 255મું સફળ અંગદાન, સાત દર્દીઓને મળશે નવજીવન

બ્રેઇનડેડ શીતલબેન રાઠોડના પરિવારનો માનવતાભર્યો નિર્ણય: ચાર અંગો સહીત બે આંખો અને ચામડીનું દાન **…

4 hours ago

અશ્વિની વૈષ્ણવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને હૃદયાંજલિ અર્પણ કરી

“હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત,…

4 hours ago

ગૂગલ હવે ચાઇલ્ડ અબ્યુઝ કન્ટેન્ટ સીધો જ ભારતીય ઓથોરિટીને રિપોર્ટ કરશે

Child Abuse | ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલ દ્વારા ભારતમાં ઇન્ટરનેટ સેફ્ટી અને ડિજિટલ સુરક્ષાને…

9 hours ago

AI ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે નોકરીઓનું સર્જન નહીં કરે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી આજે વૈશ્વિક સ્તરે અત્યંત ઝડપથી વિકાસ પામી રહી છે અને જીવનના…

9 hours ago