World

હોર્મુઝમાં હંગામો: ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી, ‘જો નાકાબંધી તોડી તો જહાજોને ઉડાવી દઈશું’

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ (President) ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન (Iran) ને આકરા શબ્દોમાં ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હોર્મુઝ (Hormuz) માં અમેરિકન નેવી (US Navy) ની નાકાબંધી દરમિયાન કોઈ પણ ઈરાની જહાજ દખલગીરી કરશે, તો તેને તબાહ કરી દેવામાં આવશે. પાકિસ્તાનમાં ઈરાન સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પ આક્રમક મૂડમાં છે. ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ઈરાની નેવીને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે.

અમેરિકન નૌસેનાની નાકાબંધી: અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંધી (Blockade) શરૂ કરવાની જાહેરાત કરી છે. ‘યુએસ સેન્ટ્રલ કમાન્ડ’ (CENTCOM) એ જણાવ્યું કે આ નિયમ તમામ દેશોના જહાજો પર લાગુ થશે જે ઈરાની સીમામાં પ્રવેશ કરશે. જોકે, બિન-ઈરાની બંદરો વચ્ચે મુસાફરી કરતા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થવાની મંજૂરી મળશે.

શું છે ‘ફાસ્ટ એટેક શિપ્સ’ (Fast Attack Ships)? ઈરાન પાસે નાની પણ અત્યંત ઝડપી અને હથિયારોથી સજ્જ નૌકાઓ છે, જેનું સંચાલન ‘રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવી’ (IRGC) દ્વારા કરવામાં આવે છે. ટ્રમ્પે આ જહાજોને દરિયાના તળિયે મોકલવાની વાત કરી છે. બીજી તરફ ઈરાને પણ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, ‘જો તમે લડશો, તો અમે પણ લડીશું.’ ઈરાનના ટોચના અધિકારીઓએ પણ જવાબી કાર્યવાહીની તૈયારી બતાવી છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago