Dallas Garba Festival | અમેરિકામાં ગુજરાતી સંસ્કૃતિ, સંગીત અને પરંપરાનો અનોખો સંગમ સર્જતા 23 ઓક્ટોબર, 2026ના રોજ ટેક્સાસના ફ્રિસ્કો ફ્લાયર્સ ઇવેન્ટ સેન્ટર ખાતે વર્ષના છેલ્લા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મસ્તી ગ્રુપ ના નીક પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પટેલ બ્રધર્સના દર્શન પટેલ ગ્રાન્ડ સ્પોન્સર તરીકે જોડાયા હતા. ભારતની જાણીતી ગાયિકા અને ગરબા ક્વીન ઐશ્વર્યા મજમુદારે પોતાના સુરીલા કંઠે પરંપરાગત અને લોકપ્રિય ગરબાની રમઝટ બોલાવી હતી.
તેમના ગીતોના તાલે હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. રાત્રે 8 વાગ્યાથી મધરાતના 12 વાગ્યા સુધી ચાલેલા આ ચાર કલાકના કાર્યક્રમમાં સંગીત અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.
રંગબેરંગી પરંપરાગત પોશાકો અને આકર્ષક શણગારમાં સજ્જ અંદાજે 2,500થી 3,000 ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ગરબાની મોજ માણી હતી. ખેલૈયાઓના ઉમંગે સમગ્ર સ્થળને ગુજરાતી લોકસંસ્કૃતિના રંગોથી રંગી દીધું હતું.
આ આયોજનને સફળ બનાવવા માટે નીક પટેલ અને તેમની ટીમે મહેનત કરી હતી. સુવ્યવસ્થિત આયોજન, પ્રાયોજકોના સહયોગ અને ખેલૈયાઓની ઉત્સાહભરી ભાગીદારીએ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.
વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાની સાથે સમાજમાં એકતા, સ્નેહ અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવતો આ ગરબા મહોત્સવ ડલાસ–ફ્રિસ્કોના ગુજરાતી સમાજ માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.
भारतीय अमेरिकी समुदाय के योगदान को सम्मान देने के लिए अमेरिकी कांग्रेस में प्रस्ताव विज्ञान,…
ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનને સન્માન આપવા અમેરિકી કોંગ્રેસમાં પહેલ વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, લશ્કર અને સંસ્કૃતિમાં…
अमेरिका में मध्यावधि चुनाव से पहले मतदाताओं के रुझान में बदलाव के संकेत महंगाई, स्वास्थ्य…
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલાં મતદારોના વલણમાં ફેરફારના સંકેત મોંઘવારી, આરોગ્યસેવા અને ભેદભાવ મુખ્ય ચિંતાઓ 60%…
अमेरिका के कैलिफोर्निया राज्य में 2 महीने से अधिक समय से लापता 72 वर्षीय अजित…
Ajit Kaur Canal | અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં 2 મહિનાથી વધુ સમયથી ગુમ થયેલી 72 વર્ષીય…