India Development

મનરેગાની જગ્યાએ હવે ‘G Ram G’ યોજના, સંસદમાં રજૂ થશે બિલ, જાણો યોજનાની વિગતો


G Ram G : કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું છે. હવે આ યોજનાનું નામ જી રામ જી યોજના હશે. કેન્દ્ર સરકાર આ અંગે સંસદમાં એક બિલ લાવશે.

કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ(MGNREGA)ના સ્થાને એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે સરકારે મનરેગાનો અંત લાવવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા માટે વિધેયકની નકલન લોકસભાના સાંસદો વચ્ચે વિતરીત કરી છે.

માહિતી પ્રમાણે આ વિધેયકનું નામ ‘વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર અને જીવિકા મિશન (ગ્રામીણ) 2025’ હશે. તેને સામાન્ય રીતે VB-G RAM G(વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ)ના નામથી ઓળખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ વિધેયકનો ઉદ્દેશ એક ગ્રામીણ વિકાસ માખળાને સ્થાપિત કરવાનો છે.

125 દિવસની રોજગારીની ખાતરી
નવા વિધેયકમાં દરેક ગ્રામીણ પરિવારન દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની શ્રમ રોજગારીની કાનૂની ગેરન્ટી પૂરી પાડશે. લોકસભામાં આ અંગે ટૂંક સમયમાં ચર્ચા થવાની શક્યતા છે. આ નવા વિધેયક કાયદો બન્યા બાદ રોજગારીની ગેરન્ટી એવા પરિવારોને મળશે કે જેમા યુવા સભ્ય અકુશળ શારીરીક કાર્ય કરવા માટે પોતાને તૈયાર કરે છે.

આ વિધેયકમાં એવી પણ દરખાસ્ત છે કે કામ પૂરું થયાના એક સપ્તાહ અથવા 15 દિવસમાં જ પેમેન્ટ કરી દેવામાં આવશે. જો નિયત સમયમાં પેમેન્ટ ન કરવામાં આવે તો બેરોજગારી ભથ્થુ આપવાની પણ જોગવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલને ગૃહમાં રજૂ કરતા પહેલા ભાજપે પોતાના સાંસદ સભ્યોને વ્હિપ જારી કર્યું છે. ભાજપે તેના તમામ સાંસદોને આદેશ કર્યો છે તેઓ 15થી 19 ડિસેમ્બર સુધી લોકસભામાં ઉપસ્થિત રહે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

18 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

18 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago