6-6-2023
પશ્ચિમ રેલવેના વડોદરા-સુરત રેલ સેક્શન ના અંકલેશ્વર-સાયણ સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 153 અને સંજેલી-કોસંબા સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 166 પર ગર્ડર લોંચિંગ માટે 7મી જૂન, 2023 (બુધવાર) ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, 07.06.2023 ના રોજ, ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટ થી તેના રેગ્યુલર સમય સવારે 05.30 વાગ્યે ના બદલે 2 કલાક મોડી એટલે કે સવારે 07.30 વાગ્યે ઉપડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…