Categories: Religious

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક રીતે ઉજવાયો હતો
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક રીતે ઉજવાયો હતો, જે શ્રી કૃષ્ણના સવોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણનો શુભ દિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની બધી ગોપીયો માં રાધારાણી ને મુખ્ય ગોપી તરીકે ખુબજ ભાવપૂર્વક રીતે પૂજવામાં આવે છે. રાધારાણી એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ની ભક્તિનો શુદ્ધ સાર છે. કૃષ્ણ ભક્તિ દ્વારા ભક્તો શ્રીમતી રાધારાણીની પૂજા કરી હતી, પ્રાર્વના કરી હતી.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ દિવસે શ્રી શ્રી રાધા માધવ ને ભવ્ય પ્રકારના નવા વસ્ત્રો પહેરાવીને તથા અલંકારો અને સુગંધીદાર પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. મંદિરને તથા ગભવગૃહને જાતજાતના રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવતા ચૌતરફનું વાતાવરણ આનંદમય અને સુગંધીદાર પુષ્પોથી સુશોભભત થયું હતું. શ્રી શ્રી રાધા માધવ ના આશીર્વાદ મેળવવા ભતતો દ્વારા ખાસ સેવા અર્પણ કરવામાં આવી હતી જેમકે 108 વિવિધ પ્રકાર ના રાજભોગનું અર્પણ, 7 પપ્રવત્ર નદીઓમાંથી એકત્ર કરેલ જળના 108 કળશ દ્વારા મહાભભષેક, ઋગ્વેદમાં વર્ણવામાં આવેલ ‘પુરુષ સૂક્ત’ નું પઠન, તેમજ ભતતો દ્વારા શ્રીમતી રાધારાણીનું મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા કીર્તન અને ભજનો ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરે કૃષ્ણ મંદિર, ભાડજ ના પ્રેસિડેન્ટ શ્રી જગનમોહન કૃષ્ણ દાસે “રાધાષ્ટમી” ની મહત્તા વિષે વિશેષ પ્રવચન આપયું હતું.
ઉત્સવના અંતમાં ભગવાનની પ્રસન્નાર્થે મહા આરતી અને ભવ્ય પાલકી ઉત્સવ પણ યોજવામાં આવી હતી જયારે ભતતો દ્વારા શ્રીલ રૂપ ગોસ્વામી કે જેઓ વૃંદાવનમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના સવોચ્ચ ભતત હતા, તેમના દ્વારા નિર્મિત “શ્રી રાધીકાષ્ટક”નું ગાન ઉત્સવના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
Chief Editor

Recent Posts

નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ

Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…

1 day ago

અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો

US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…

1 day ago

‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન

Taliban Fighter Missile | અફઘાનિસ્તાનના હાલના માહોલ અને ત્યાંના કડક પ્રતિબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર…

1 day ago

આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?

Army Chief Russia Visit | ભારતીય થલસેના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ધિરજ સેથનો રશિયાનો ત્રણ…

1 day ago

બાંગ્લાદેશે શેખ હસીનાના કાર્યકાળમાં ભારત સાથે થયેલા 101 કરારની સમીક્ષા શરૂ કરી

India Bangladesh MoU | બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકારે ભારત સાથે અગાઉ શેખ હસીના કાર્યકાળ દરમિયાન…

1 day ago

TMKOC ક્વિઝઃ મુંબઈના વિજેતા પરિવારોને ગોકુલધામ સેટની મુલાકાતની તક મળી

TMKOC Quiz Winners | ભારતના સૌથી લોકપ્રિય અને લાંબો સમય ચાલનાર પારિવારિક મનોરંજન શો 'તારક…

1 day ago