Gujarat Development

શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં મહેસાણાનો ડંકો: પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા ‘પ્રોજેક્ટ પાથ’ની સફળતા

શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં મહેસાણાનો ડંકો: પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા ‘પ્રોજેક્ટ પાથ’ની સફળતા સમગ્ર દેશ માટે બની પ્રેરણારૂપ

મહેસાણા: ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬

ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG, નવી દિલ્હી) દ્વારા આયોજિત ૪૦મા રાષ્ટ્રીય ‘ગુડ ગવર્નન્સ વેબિનાર’માં સમગ્ર દેશમાંથી માત્ર મહેસાણા જિલ્લાના સફળ શૈક્ષણિક મોડેલનું પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનેલા પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા પ્રોજેક્ટ્સની ટકાઉપણું અને અન્ય વિસ્તારોમાં તેનો અમલ ચકાસવાના હેતુથી સરદાર પટેલ ભવન, નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ મુજબ મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે હાથ ધરાયેલા ‘પ્રોજેક્ટ પાથ’ (Project PATHA – Samagra Shiksha) ની અસાધારણ સફળતા અને વિસ્તરણની ગાથા દેશભરના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન કલેક્ટરશ્રી એમ. નાગરાજન, તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ અને તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. ગૌરાંગ સી. વ્યાસના કુશળ નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧થી શરૂ થયેલા ‘પ્રોજેક્ટ પાથ’ને તેની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ વર્ષ ૨૦૨૩માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ ક્ષેત્રે આ સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર મહેસાણા એકમાત્ર જિલ્લો છે.

આ વેબિનારમાં રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી અને તત્કાલીન મહેસાણા કલેક્ટરશ્રી એમ. નાગરાજને પ્રોજેક્ટની સફળતા રજૂ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ‘નિપુણ ગુજરાત’ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ-૫ માટે લેવાયેલ બાહ્ય મૂલ્યાંકનમાં મહેસાણા જિલ્લાના ૪૫.૭ ટકા વિદ્યાર્થીઓ ‘નિપુણ’ (હોશિયાર) કેટેગરીમાં આવ્યા છે, જે રાજ્યની સરેરાશ કરતાં ૧૦.૧૦ ટકા વધારે છે.

એવોર્ડ મળ્યા પછી પણ આ કાર્યક્રમની નિરંતરતા અંગે વાત કરતા મહેસાણાના વર્તમાન કલેક્ટરશ્રી એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાએ આ સફળતા મેળવ્યા બાદ પણ અટક્યા વગર ‘ગ્રેડ એપ્રોપ્રિયેટ લર્નિંગ’, ‘પ્રોજેક્ટ ગિફ્ટ’ અને ‘વાંચનથી વિકાસ’ જેવા નવા પ્રકલ્પો ઉમેરી શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવ્યું છે. જેના પરિણામે SAT અને ગુણોત્સવ ૨.૦ ના પરિણામોમાં અભૂતપૂર્વ સુધારો થયો છે તેમજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં વિક્રમજનક ૪,૬૧૪ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા છે. આ વેબિનારમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. શરદ ત્રિવેદીએ આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ અને વિસ્તરણ અંગે ઉપયોગી માહિતી આપી હતી.

ખાસ નોંધનીય છે કે ‘વાંચનથી વિકાસ’ અંતર્ગત થયેલી કામગીરીને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ બિરદાવવામાં આવી છે. આ વર્ષે ‘પ્રોજેક્ટ પાથ’નું મૂળ સાહિત્ય-જેમ કે ગુજરાતી અને ગણિત શિક્ષક માર્ગદર્શિકા, વર્કશીટ, લેડર અને મૂલ્યાંકન પ્રણાલી, ગુજરાત સરકારના ‘નિપુણ અભિયાન’માં સ્વીકારવામાં આવ્યું છે, જેનો લાભ આજે સમગ્ર રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે.

વેબિનારમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા અધિકારીઓના પ્રશ્નોના ઉત્તર કલેક્ટરશ્રી એસ. કે. પ્રજાપતિ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એમ. નાગરાજન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. શરદ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યા હતા. સમગ્ર વેબિનારનું સંચાલન કરનાર DARPG ના એડિશનલ સેક્રેટરીશ્રી પુનીત યાદવે મહેસાણા મોડેલની મોકળા મને પ્રશંસા કરતા કહ્યું હતું કે, એવોર્ડ મળ્યાના પાંચ વર્ષ પછી પણ કોઈ પ્રોજેક્ટ પર આટલી નિષ્ઠાથી કાર્ય ચાલુ હોય અને બાળકોને તેનો સીધો શૈક્ષણિક ફાયદો થતો હોય તેવો આ દેશનો એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તેમણે નેશનલ કક્ષાએથી ‘ટીમ મહેસાણા’ને અભિનંદન પાઠવ્યા હતા અને DARPG સચિવ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ FLN સાહિત્યને હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ભાષાંતરિત કરવા માગ કરી હતી જેથી દેશના અન્ય રાજ્યો પણ આ સફળ મોડેલ અપનાવી શકે.

આ પ્રસંગે કલેક્ટરશ્રી એસ. કે. પ્રજાપતિ અને DPEO ડૉ. શરદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ૨૦ સભ્યોની કોર ટીમ, જિલ્લાના શિક્ષકો, BRC, CRC, TPEO, કેળવણી નિરીક્ષકો સહિત તમામ સ્ટેકહોલ્ડર્સની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી હતી.

Chief Editor

Recent Posts

27 સપ્ટેમ્બરે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ

માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો…

3 hours ago

“યુવા જાગૃત – દેશ જાગૃત, યુવા સુરક્ષિત – દેશ સુરક્ષિત”

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 500 મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફે માર્ગ સલામતી અગ્રદૂત તાલીમ…

3 hours ago

કંડલાનો ઇ-મિથેનોલ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતના ગ્રીન એનર્જીના વિઝનને આપશે નવી દિશા

દીનદયાળ પોર્ટ માત્ર ગુજરાતનું જ નહિ પણ દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર ગુજરાતની મેરિટાઈમ સ્ટ્રેન્થ અને…

3 hours ago

અમદાવાદ ફાયર બ્રિગેડ હવે 112 સાથે સીધું કનેક્ટ, પોલીસની જેમ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી જશે

Ahmedabad Fire 112 | અમદાવાદ શહેરમાં આગ કે અન્ય કોઈ કુદરતી-માનવસર્જિત આફત સમયે બચાવ કામગીરીને…

4 days ago

ગુજરાતમાં હવે સરકારી તંત્રને મળશે AIની ‘GPU પાવર’

AI એક્શન પ્લાનના બીજા સ્તંભ Infrastructureને મજબૂત કરવા માટે રાજ્યવ્યાપી GPU-as-a-Service ફ્રેમવર્ક અમલમાં   -----…

4 days ago

GSSP દ્વારા “Tie-Dye & Karaoke

ગુજરાતી સિનિયર સોસાયટી પ્લાનો (GSSP) દ્વારા “Tie-Dye & Karaoke” કાર્યક્રમનું આયોજન   ગુજરાતી સિનિયર સોસાયટી…

4 days ago