Gujarat Development

રેલવે અધિકારીઓ અને હોન્ડા મેનેજમેન્ટ વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ

ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ એ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના વિઠ્ઠલપુર પ્લાન્ટની મુલાકાત લીધી

 

રેલવે માર્ગ દ્વારા દ્વિચક્રી વાહનોના પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ પહેલ; રેલવે અધિકારીઓ અને હોન્ડા મેનેજમેન્ટ વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ 14 જુલાઈ, 2026 ના રોજ ગુજરાતના વિઠ્ઠલપુર ખાતે આવેલ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) ના પ્લાન્ટની મુલાકાત લીધી. આ પ્રસંગે રેલવે અધિકારીઓ અને હોન્ડા મેનેજમેન્ટ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી, જેમાં હોન્ડાના સ્કૂટર અને અન્ય દ્વિચક્રી વાહનોનું રેલવે માર્ગ દ્વારા પરિવહન શરૂ કરવાની શક્યતાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે વિઠ્ઠલપુર ખાતે આવેલ હોન્ડા પ્લાન્ટમાં દરરોજ 7,500 થી વધુ સ્કૂટરોનું ઉત્પાદન થાય છે, જેમને હાલમાં ટ્રકો મારફતે દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. હવે ભારતીય રેલવેના મારફતે આ દ્વિચક્રી વાહનોનું પરિવહન શરૂ કરવાની દિશામાં બંને પક્ષો વચ્ચે સકારાત્મક ચર્ચા-વિચારણા થઈ.

 

 

ચર્ચા દરમિયાન રેલવે પરિવહન માટે જરૂરી ઓપરેશનલ વ્યવસ્થા, લોડિંગ અને અનલોડિંગ સુવિધાઓ, લોજિસ્ટિક્સ, રેકની ઉપલબ્ધતા તેમજ વિવિધ સમન્વયાત્મક પાસાઓ પર વિગતવાર વિચારણા કરવામાં આવી. રેલવે આધારિત પરિવહન શરૂ થવાથી રોડ પરિવહન પરની નિર્ભરતા ઘટશે, પરિવહન ખર્ચમાં ઘટાડો થશે, સમયસર અને સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત થશે તેમજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા મારફતે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે.

ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું હતું કે ભારતીય રેલવે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક અને વિશ્વસનીય માલ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પહેલ રેલવે અને ઓટોમોબાઈલ ઉદ્યોગ વચ્ચેના સહયોગને નવી દિશા આપશે અને રેલવે આધારિત લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રસ્તાવિત વ્યવસ્થા લાગુ થયા પછી અમદાવાદ મંડળની માલ પરિવહન (ફ્રેટ) આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. સાથે જ, આ પહેલ ભારતીય રેલવેના “ગ્રીન લોજિસ્ટિક્સ” અને “મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ” ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશને પણ મજબૂત કરશે.

અમદાવાદ મંડળ પોતાના વિસ્તારના ઉદ્યોગોને રેલવે નેટવર્ક સાથે જોડવા, માલસામાનની હેરફેરને વધુ સુરક્ષિત, કિફાયતી અને પર્યાવરણ-અનુકૂળ બનાવવા તેમજ ઉદ્યોગો માટે વધુ સારા લોજિસ્ટિક ઉકેલો ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago