આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ-વીમેન એમ્પાવરમેન્ટનો નવો અધ્યાય રચ્યો છે અને આ વર્ષે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
Ø મુખ્યમંત્રીશ્રી એ FICCI ની મહિલા પાંખ FLO ફિક્કી લેડીઝ વીંગ ઓર્ગેનાઇઝેશનની ઉદ્યોગ સાહસિક મહિલાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરી તેમની સાથે સહજ સંવાદ-વાર્તાલાપ યોજ્યો હતો.
Ø મુખ્યમંત્રીશ્રીએ સમાજના વિવિધ વર્ગો, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, અદના સેવક એવા કર્મયોગીઓ સાથે સંવાદ ગોષ્ઠીની શ્રૃંખલાની નવતર પરંપરા શરૂ કરી સૌને ‘અમારા ભૂપેન્દ્રભાઇ’ની પોતીકાપણાની અનુભૂતિ કરાવી છે.
Ø એ જ શ્રૃંખલામાં તેમણે આ મહિલા ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો, ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિના પ્રદાનની વિગતો, વાતચીત અને પરસ્પર સંવાદ દ્વારા મેળવી હતી.
Ø મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉદ્યોગ સાહસિક મહિલાઓને જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓને પ્રોત્સાહન સહિતની ૨૦૦ થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી યોજનાઓ છે.
Ø તેમણે રાજ્ય સરકારે મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો અભિગમ દાખવ્યો છે તેની ભૂમિકા પણ આપી હતી.
Ø FLO ની ઉદ્યોગ સાહસિક બહેનોએ પણ તેમને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ સહિતના અનુભવો વર્ણવ્યા હતા.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…