…..
ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ-સનદી સેવાના અધિકારીઓ તેમજ ઓસ્ટ્રેલિયા-નાઇઝીરીયા-ઓમાન-થાઇલેન્ડ-મોરેશિયસ દેશોના સહિત ૧૭ અધિકારીઓનું ગૃપ ગુજરાતના વિકાસથી પ્રભાવિત
…..
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ-વિકાસની આગવી દ્રષ્ટિનો સૌથી
વધુ ફાયદો ગુજરાતને થયો છેઃ- મુખ્યમંત્રીશ્રી
…..
દેશના GDPમાં ગુજરાતના ૮.૩૬ ટકા યોગદાનને ૧૦ ટકા સુધી લઇ જવાનો રોડમેપ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તૈયાર કર્યો છેઃ-શ્રી ભૂપેન્દ્ર પટેલ
……
નેશનલ ડિફેન્સ કોલેજ NDC, નવી દિલ્હીના ૧૭ જેટલા અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.
નેશનલ ડિફેન્સ કોલેજ પાછલા ૬ દાયકાથી એપેક્ષ ઇન્સ્ટીટયુટ તરીકે કાર્યરત છે અને નેશનલ સિક્યુરિટી તથા પોલિસી મેકીંગના અભ્યાસ માટે વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવે છે.
ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, મુલ્કી સેવા-સિવીલ સર્વીસીસના અધિકારીઓ તેમજ ર૭ મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના વ્યૂહાત્મક સંવર્ધન તેમજ નોલેજ શેરીંગ માટે આ કોલેજમાં દર વર્ષે રિફ્રેશર અભ્યાસ કોર્સ યોજવામાં આવે છે.
આ અભ્યાસ દરમ્યાન અલગ-અલગ સાત જૂથમાં તાલીમાર્થીઓ જુદા-જુદા રાજ્યોની મુલાકાત લે છે.
તદઅનુસાર, NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીર ના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવેલું છે. આ જૂથમાં ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, ઓમાન, નાઇઝીરીયા અને મોરેશિયસ રાષ્ટ્રોના અધિકારીઓ પણ સહભાગી થયેલા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સર્વગ્રાહી, સર્વસમાવેશી વિકાસથી દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે તેના પાયામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ છે તેવો સ્પષ્ટ મત આ જૂથ સમક્ષ વ્યક્ત કર્યો હતો.
તેમણે આ તાલીમી અધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિઝનનો સૌથી વધુ ફાયદો ગુજરાતને થયો છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે વિકાસ વિઝન આપ્યું અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો તેમ હવે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આખો વિકાસની તેજ રફતારથી આગળ વધ્યો છે.
ગુજરાતના સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન, અમૃતકાળમાં લોકોને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ, શિક્ષણ, આરોગ્ય, પાણી, લાઇટ, આદિજાતિ વિકાસ, આદિજાતિ યુવાઓને મેડીકલ એજ્યુકેશન સહિતની સુવિધાઓ વિકસીત રાષ્ટ્રો-રાજ્યોના પેરામિટર્સ મુજબ અપાય છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ તાલીમી અધિકારીઓએ પણ મુખ્યમંત્રીશ્રી સાથે ગુજરાતના વિકાસ વિઝનના વિવિધ પાસાંઓ અંગે પ્રશ્નોત્તરી રૂપે રસપ્રદ સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં એમ પણ જણાવ્યું કે, ગુજરાત દેશના GDPમાં ૮.૩૬ ટકા જેટલું યોગદાન આપે છે તે વધારીને ૧૦ ટકા એ પહોંચાડવાનો રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ, ભરોસો અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા વધ્યા છે. નાનામાં નાના, છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે. ગુજરાતમાં પણ એ જ કાર્યપદ્ધતિથી તેમની સરકાર કાર્યરત છે.
NDCના તાલીમી અધિકારીઓએ સુદ્રઢ કોસ્ટલ સિક્યુરિટી, એકતા અને સહયોગ, આગવી ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રોમાં ગુજરાતની પ્રતિષ્ઠાની પ્રસંશા કરી હતી.
આ તાલીમી અધિકારીઓ ૧૭મી માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે તે દરમ્યાન તેમણે બાયસેગ અને ગિફટ સિટીની મુલાકાત લીધી છે. અમૂલ ડેરી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેઓ લેવાના છે.
NDCના તાલીમી અધિકારીઓની આ શુભેચ્છા મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.
::::::::::::
15 જુલાિઇથી અમલમાં આવેલ ભારત-યુનાઈટેડ કિંગડમ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) 15 જુલાઈ 2026ના…
India UK FTA | ભારત અને બ્રિટન (Britain) વચ્ચે બિઝનેસ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ…
Pakistan PoK Violence | પાકિસ્તાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. દેશની આર્થિક કટોકટી વચ્ચે હવે…
US Iran War | મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ખતરનાક…
U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે ડલ્લાસ અને ફ્રિસ્કો, ટેક્સાસમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લીધી…
CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી અમદાવાદ | 15…