‘Textile Leadership Conclave 2023’ organised by GCCI …ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનાવવાના વડાપ્રધાન શ્રીના સંકલ્પમાંગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને યોગદાન આપવામાં અગ્રેસર રાખવાની નેમ- :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

શ્રી ભૂપેન્દ્ર પટેલ

 દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
 ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ
આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે.
 આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર- વિકસિત ગુજરાતના નિર્માણમાં વેપાર-
ઉદ્યોગ- મહાજનો- સરકાર સૌ સાથે મળીને આગળ વધી
એ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનવવાના વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં ગુજરાતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને યોગદાન આપવામાં
અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે.


આ સંદર્ભે તેમણે કહ્યું કે, દેશના કુલ કપાસ ઉત્પાદન નું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં
થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે
છે.
મુખ્યમંત્રી શ્રી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ
કોન્કલેવ માં સંબોધન કરી રહ્યા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે રાજ્યભરના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક
ઉદ્યોગોની વિગતો એક જ પ્લેટફોર્મ પર પૂરી પાડતી E- ડિરેક્ટરીનું પણ લોન્ચિંગ કર્યું હતું.
આઠ હજાર જેટલા આવા ઉદ્યોગોની યાદી અને કોન્ટેકટ એક જ પ્લેટફોર્મ પરથી મળી
રહે તેવા આ અભિગમને તેમણે બિરદાવ્યો હતો.


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં
ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટની ખ્યાતિ સાથે વાઇબ્રન્ટ સમિટની સફળતાથી દેશ-વિદેશના
રોકાણકારો માટે રોકાણની પ્રથમ પસંદગીવાળું રાજ્ય બન્યું છે.
આવી પ્રોત્સાહક નીતિઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એનવાયરમેન્ટને પરિણામે દેશના
જીડીપીમાં ૮%થી વધુ અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮%થી વધુ હિસ્સો ગુજરાત આપે છે
એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં PM મિત્રા ટેકસટાઇલ પાર્કના સાનુકૂળ વાતાવરણ અને
અદ્યતન સુવિધાઓ માટે રાજ્ય સરકાર ટેકસટાઇલ ઉદ્યોગોની સાથે રહેશે એમ પણ આ તકે
જણાવ્યું હતું.


મુખ્યમંત્રીશ્રીએ આ ટેકસટાઇલ લીડરશીપ કોન્કલેવ કાપડ ઉદ્યોગના અમૃતકાળ માટે
ઉદ્દીપક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા આત્મનિર્ભર ભારત માટે વેપાર- ઉદ્યોગ- મહાજનો-

સરકાર સૌને સાથે મળીને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં આગળ વધવાનું પ્રેરક આહવાન
કર્યું હતું.


આ અવસરે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે.હૈદર, GCCIના ચેરમેન
શ્રી પથિક પટવારી, વાઇસ ચેરમેન શ્રી યોગેશ પરીખ, એસોચેમ ના શ્રી ચિંતન
ઠાકર,ટેકસટાઇલ ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓ, મસક્તી મહાજન માર્કેટના ચેરમેનશ્રી તથા જમ્મુ-
કાશ્મીરથી લઈ તામિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના ૪૦ સહિત કુલ ૭૮ એસોસિએશનના
પ્રતિનિધિઓ જોડાયા હતા.
આ કોંક્લેવ ના સમગ્ર દિવસ દરમ્યાન ના બે સત્રોમાં ટેકસટાઇલ ઉદ્યોગ સાથે
જોડાયેલા અનેક વક્તાઓએ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સેકટર ના પોતાના વર્ષોના અનુભવો શેર કર્યા
હતા, તેમજ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.

H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

18 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

18 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago