NRI

બે દિવસીય San Antonio Bus Trip

ભારતિીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલ્લાસ દ્વારા યાદગાર સાન એન્ટોનિયો પ્રવાસ પૂર્ણ

 

ભારતિીય સિનિયર સિટિઝન્સ ઓફ ડલ્લાસ દ્વારા તા. 16 અને 17 મે, 2026 દરમિયાન આયોજિત બે દિવસીય San Antonio Bus Trip ખૂબ જ આનંદ, ઉત્સાહ અને સુમેળભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલ અને સમગ્ર પ્રવાસ દરમિયાન સભ્યોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લાગણી જોવા મળી હતી. Plano થી Luxury Comfortable Bus દ્વારા પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. Bus અત્યંત આરામદાયક અને તમામ સુવિધાઓથી સજ્જ હોવાથી Senior Members એ ખૂબ આનંદદાયક મુસાફરીનો અનુભવ કર્યો હતો. રસ્તામાં સભ્યોએ Antakshari, હળવી મોજમસ્તી અને મિત્રતાભર્યા વાતાવરણ સાથે સમગ્ર યાત્રાનો આનંદ માણ્યો હતો. પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ Natural Bridge Caverns ની મુલાકાત સભ્યો માટે અદ્ભુત અનુભવ બની હતી. ત્યારબાદ વિશ્વવિખ્યાત San Antonio River Walk અને Boat Ride દરમિયાન Downtown San Antonio ની ઝગમગતી સુંદરતા, Riverside વાતાવરણ અને રાત્રિના મનોહર દૃશ્યો સૌને ખૂબ ગમ્યા હતા. બીજા દિવસે ઐતિહાસિક The Alamo તથા સુંદર Japanese Tea Garden ની મુલાકાત લેવામાં આવી હતી. હરિયાળી, કુદરતી સૌંદર્ય, Beautiful Flower Pots અને શાંતિમય વાતાવરણ વચ્ચે સભ્યોએ Group માં તેમજ Couple સાથે ખૂબ Photography નો આનંદ માણ્યો હતો. સમયનો સુંદર ઉપયોગ કરતાં પરત ફરતી યાત્રા દરમિયાન Austin નજીક આવેલ Radha Madhav Dham (Barsana Dham) મંદિરની મુલાકાત પણ લેવામાં આવી હતી. અધિક માસ દરમિયાન મંદિરના દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી સભ્યોને વિશેષ આનંદની અનુભૂતિ થઈ હતી.

પ્રવાસ દરમિયાન Breakfast, Lunch અને Dinner ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સભ્યોએ Fafda-Jalebi, Punjabi, Mexican, South Indian Food તેમજ Sandwich સહિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણ્યો હતો. Waco ખાતે Dinner બાદ સમગ્ર પ્રવાસ સુખદ રીતે પૂર્ણ કરીને સભ્યો રાત્રે આશરે 9:30 વાગ્યે સુરક્ષિત રીતે Plano પરત ફર્યા હતા. આ સમગ્ર પ્રવાસનું સફળ આયોજન પ્રવીણભાઈ પાનસુરીયા, રજનીભાઈ પટેલ , હીરાભાઈ સુતરીયા, વિઠ્ઠલભાઈ બલર & નરેશભાઈ શાહ ની વિશેષ મહેનત અને સુંદર આયોજનથી શક્ય બન્યું હતું. સાથે સાથે તમામ Volunteers અને સભ્યોના ઉત્તમ સહકારથી સમગ્ર કાર્યક્રમ કોઈપણ અડચણ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સભ્યોએ આ પ્રવાસને ખૂબ યાદગાર, આનંદમય અને મિત્રતાભર્યો અનુભવ ગણાવ્યો હતો.

Chief Editor

Recent Posts

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

6 hours ago

NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’

Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…

6 hours ago

ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’

Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…

7 hours ago

જ્યોર્જિયાના વિદ્યાર્થીઓએ ‘થ્રાઇવટૂગેધર’નો ૪૦ થી વધુ શાખાઓમાં વિસ્તાર કર્યો, જરૂરિયાતમંદ પરિવારો માટે રૂ. ૨૦૦,૦૦૦ નું ખાદ્ય દાન એકત્ર કર્યું

Thrive2Gethr chapters | જ્યોર્જિયાના યુવા વિદ્યાર્થીઓએ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન…

8 hours ago

અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન

Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…

1 day ago

छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत

Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…

1 day ago