NRI

ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’

ડલાસમાં ‘વલ્લભધામ’ના નિર્માણ માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે

ડલાસમાં વૈષ્ણવ સંઘ દ્વારા ત્રિદિવસીય ‘યમુનાજી લોટી ઉત્સવ’ની ભવ્ય ઉજવણી** વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા ગત ૨૭, ૨૮ અને ૨૯ ઓગસ્ટના રોજ ત્રિદિવસીય ભવ્ય ‘યમુનાજી લોટી ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીદ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ)ના પાવન સાન્નિધ્ય માં યોજાયો હતો. **કાર્યક્રમ મા રૂપરેખા:** * ઉત્સવની પૂર્વ સંધ્યાએ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવેશભાઈ ખત્રી અને તેમની ટીમે સુંદર કૃષ્ણ ભક્તિનાં ગીતો રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

બધા જ વૈષ્ણવો હવે પછીના ત્રણ દિવસના ઉત્સવ માટે તૈયાર થઈ ગયા હતા. * **પ્રથમ દિવસ (૨૭ ઓગસ્ટ):** પૂજ્ય મહારાજશ્રીએ શરૂઆતમાં યમુનાજીના નામાવલી દ્વારા બહુ જ સુંદર રીતે વિધિપૂર્વક લોટી પૂજન કરાવ્યું! મહારાજશ્રી નામ બોલે, અને સર્વે વૈષ્ણવો ‘શ્રી યમુને શરણમ મમ‘ બોલી લોટીજીને કુમકુમ-અક્ષત ચઢાવતા જાય! એક અદ્ભુત દ્રશ્ય હતું. આજનો ડ્રેસ કલર કેસરી કે પીળો હતો, અને વૈષ્ણવો એ પ્રમાણે જ તૈયાર થઈ આવ્યા હતા.

 

ખંડપાઠ પર ઠાકોરજી કેસરી વસ્ત્રો ધારણ કરી બિરાજ્યા હતા. પલાણામાં લાલન ઝૂલતા હતા. મહારાજશ્રીએ ઠાકોરજીની આરતી કરી, અને પછી નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આખો હોલ ‘નંદ ઘેર આનંદ ભયો‘ ના નાદ થી ગુંજી રહ્યો હતો. ત્યાર બાદ સૌ વૈષ્ણવોને પ્રસાદી પડીકા અપાયા હતા. * **દ્વિતીય દિવસ (૨૮ ઓગસ્ટ):** ગઈ કાલ ની જેમ, આજે પણ પ્રથમ યમુનાજી લોટી પૂજન થયું હતું. પછી, શ્રીયમુનાજીના ૪૧ પદ પર આચાર્યશ્રીએ સુંદર વચનામૃત દ્વારા યમુનાજીના ગુણગાન કર્યા હતા.

 

ત્યાર બાદ શ્રી ઠાકોરજીના દર્શન અને આરતી, અને અંતે રાસોત્સવનું આયોજન હતું. બધા આજે બાંધણી અને લહેરિયા માં તૈયાર થયા હતા. * **તૃતીય દિવસ (૨૯ ઓગસ્ટ):** આજે લોટીજી પૂજન અને વચનામૃત બાદ હિંડોળા મનોરથ નો અંતિમ દિવસ હતો. આ ઉપરાંત, એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. નૃત્ય શક્તિ એકેડમીની બહેનો સાથે વૈષ્ણવ સંઘની બેનો પણ જોડાઈ હતી, અને યમુનાષ્ટક પર નૃત્ય કર્યું હતું.

 

તેમજ વૈષ્ણવ સંઘના ભાઈઓ, બહેનો અને બાળકોએ કૃષ્ણ ભજનો પર સુંદર નૃત્ય અને ગીતો રજૂ કર્યા હતા. શરૂઆતના ત્રણ દિવસો તો ચાલુ કામના દિવસો હતા, ફક્ત ચોથો દિવસ શનિવારે કાર્યક્રમ હતો. છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજર રહી યમુનાજીના ગુણગાન નો લ્હાવો લીધો.

બહારગામથી પણ વૈષ્ણવો શ્રીદ્વારકેશલાલજીને સાંભળવા માટે આવ્યા હતા. ખરેખર, વૈષ્ણવો માટે આ એક પવિત્ર અને યાદગાર પ્રસંગ બની ગયો! **વિશેષ નોંધ:** * **વલ્લભધામ ડલાસ:** ડલાસમાં ‘વલ્લભધામ’ના નિર્માણ માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આ મહોત્સવમાં ઉપસ્થિત વૈષ્ણવોએ પ્લેજ ફોર્મ (Pledge Form) ભરીને પોતાની યથાશક્તિ મુજબ દાનની રકમ લખાવીને સહયોગ આપ્યો હતો.

Chief Editor

Recent Posts

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી

  હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી શુક્રવાર, 4 સપ્ટેમ્બર…

7 minutes ago

US midterm Elections: 92% ભારતીય-અમેરિકનો મતદાન કરવા માટે ઉત્સાહિત; જાણો તેમના મુખ્ય મુદ્દાઓ

US midterm Elections | અમેરિકામાં વર્ષ 2026 માં યોજાનારી Midterm Elections (મિડટર્મ ચૂંટણીઓ) ને લઈને…

2 days ago

Wayfair માંથી ભગવાન ગણેશની તસવીરવાળી ડોરમેટ હટાવવા માંગ

Wayfair Ganesh Doormat | અમેરિકાની જાણીતી ઓનલાઇન રિટેલર કંપની વેફેર (Wayfair) પરથી ભગવાન ગણેશની તસવીર…

2 days ago

ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન રૂ. 2 લાખ કરોડની નજીક પહોંચ્યું, 14.8 ટકાનો ઉછાળો

August GST Collection | ભારતીય અર્થતંત્ર (Indian Economy) માટે વધુ એક રાહતના અને મજબૂત સમાચાર…

4 days ago

અમેરિકામાં ટેરિફથી બચવા સન ફાર્માનો ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સાથે કરાર: દવાઓના ભાવ ઘટાડવા સહમતિ

Sun Pharma Trump Deal | ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની (Pharmaceutical Company) સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ (Sun…

4 days ago

પાકિસ્તાનના પંજાબમાં મદ્રેસાના વિસ્તાર માટે 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પડાયું

Hindu Temple Demolished In Pakistan | પાકિસ્તાનના (Pakistan) પંજાબ (Punjab) પ્રાંતમાંથી અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના ધાર્મિક…

4 days ago