“હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત, સશકત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપણને આપ્યું” :- શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને હૃદયાંજલિ અર્પણ કરી
એકતા નગર, સોમવાર: સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારમાં ભાગ લેવા એકતા નગર પહોંચેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લઈ ત્યાંથી નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમના મનોરમ્ય દ્રશ્યો નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતા નગરના વિવિધ પ્રવાસન સ્થળોના વ્યવસ્થાપન અને સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે નોંધપોથીમાં પોતાના પ્રતિભાવમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજે ભારતનું જે રાજનીતિક સ્વરૂપ છે, તે સરદાર સાહેબના પ્રયાસોના કારણે છે, લોખંડી પુરુષ ના અથાક પરિશ્રમ, દૂરંદેશી વિચાર અને નિર્ણાયક નિતીઓથી 1947માં તમામ અંતરાયોને પાર થયા, હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત, સશકત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપણને આપ્યું. આજની પેઢીનું દાયિત્વ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવીયે, આ જવાબદારીની શિખ સાથે સરદાર સાહેબને શત શત વંદન.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન અને નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી મુકેશ પૂરીએ કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને સ્મૃતિચિહ્ન તથા ફોટોગ્રાફ અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એકતા નગરના વિવિધ પ્રવાસન પ્રકલ્પો અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી, મંત્રીશ્રીની મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા,નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
બ્રેઇનડેડ શીતલબેન રાઠોડના પરિવારનો માનવતાભર્યો નિર્ણય: ચાર અંગો સહીત બે આંખો અને ચામડીનું દાન **…
Child Abuse | ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલ દ્વારા ભારતમાં ઇન્ટરનેટ સેફ્ટી અને ડિજિટલ સુરક્ષાને…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી આજે વૈશ્વિક સ્તરે અત્યંત ઝડપથી વિકાસ પામી રહી છે અને જીવનના…
Nila Vikhe Patil | મહારાષ્ટ્રના જાણીતા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા અને ભારતીય મૂળના નીલા…
અમેરિકામાં કમનસીબ રીતે માર્યા ગયેલી કેરળની બે મહિલાઓના નશ્વર દેહ સોમવારે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
Italy schools ban Burqas | ઇટાલીમાં ઇમિગ્રેશન અને સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં…