NRG

અમેરિકામાં 9.5 મિલિયન ડોલરના હવાલા કૌભાંડમાં ગુજરાતી તુષાર પટેલે ગુનો કબૂલ્યો, 20 વર્ષની જેલ શક્ય

Tushar Patel Hawala | અમેરિકા (America) માં ગેરકાયદેસર ગેમિંગ મશીન્સ (Gaming machines) ચલાવવાની સાથે-સાથે તેમાંથી થયેલી 9.5 મિલિયન (Million) ડોલરની જંગી કમાણીનો હવાલો કરનારા તુષાર પટેલ નામના એક ગુજરાતીએ અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

40 વર્ષનો તુષાર પટેલ જ્યોર્જિયા (Georgia) નો રહેવાસી છે અને હવે આ ગંભીર ગુના માટે તેને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તુષારે કોર્ટમાં વાયર ફ્રોડ (Wire fraud), ઈલીગલ ગેમ્બલિંગ બિઝનેસ (Illegal gambling business) ચલાવવા ઉપરાંત મની લોન્ડરિંગ (Money laundering) ના ચાર્જિસ સ્વીકાર્યા છે.

મે 2025 માં તુષાર સહિતના 8 લોકો પર મિસૌરી (Missouri) માં આ બાબતે ચાર્જિસ ફ્રેમ (Charges frame) કરવામાં આવ્યા હતા. તેના 1 વર્ષ બાદ તુષારે ગુનો કબૂલ કરતા કોર્ટને જણાવ્યું હતું કે સાઉથવેસ્ટ મિસૌરી (Southwest Missouri) માં તમામ આરોપીઓ ગેરકાયદેસર ગેમિંગ મશીન્સ ચલાવતા હતા.

આ ધંધાથી તેમને 95,06,464 ડોલર (Dollars) ની માતબર આવક થઈ હતી અને આ તમામ રકમનો તેમણે અલગ-અલગ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ (Financial transactions) દ્વારા હવાલો પાડ્યો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (Department of Justice) ના જણાવ્યા અનુસાર તુષાર પટેલ ઈન્ડિયન સિટીઝન (Indian citizen) છે, જેનો અર્થ એ થાય કે સજા પૂરી થયા બાદ તેને ભારત ડિપોર્ટ (Deport) પણ કરવામાં આવી શકે છે.

તુષાર જે ઈલીગલ ધંધા સાથે સંકળાયેલો હતો તે જુલાઈ 2022 થી માર્ચ 2024 સુધી ચલાવાયો હતો. પોલીસે અગાઉ આરોપીઓને આ મશીન્સ બંધ કરવા માટે વોર્નિંગ (Warning) પણ આપી હતી પરંતુ મોટી કમાણીની લાલચમાં તેમણે આ ધંધો ચાલુ રાખ્યો હતો.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર તુષાર પટેલે જે 3 ગુના કબૂલ કર્યા છે તે દરેકમાં ટોટલ 45 વર્ષની મહત્તમ સજાની જોગવાઈ છે, જોકે ગુનાની કબૂલાતને કારણે તેને સજામાં સામાન્ય રાહત મળી શકે છે.

તુષાર પહેલા આ જ કેસ સાથે સંકળાયેલા રાહુલ પટેલ નામના અન્ય એક આરોપીએ પણ ગયા મહિને જ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ બંને સિવાય મનીષ પટેલ, મિતુલ બારોટ, સુનીલ પટેલ, હર્ષદ ચૌધરી અને વિપુલ પટેલ નામના ગુજરાતીઓ પણ આ કેસના આરોપીઓ છે.

રાહુલ પટેલ, મનીષ પટેલ, તુષાર પટેલ અને વિપુલ પટેલે એક વોટ્સએપ ગ્રુપ (WhatsApp group) બનાવ્યું હતું, જેમાં તેઓ ઈલીગલ ગેમિંગ આર્કેડ્સ (Gaming arcades) માંથી રોજેરોજ થતી કમાણીની માહિતી શેર કરતા હતા.

આ હવાલો પાડવા માટે આરોપીઓએ અમેરિકાના અલગ-અલગ પર્સનલ બેંક અકાઉન્ટ્સ (Bank accounts) નો ઉપયોગ કર્યો હતો તેમજ અમુક રકમ ઈન્ડિયા (India) પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ લોકોએ માત્ર 3 વર્ષથી પણ ઓછા સમયમાં 9.5 મિલિયન ડોલરનો હવાલો કર્યો હતો.

અમેરિકાના ઘણા રાજ્યોમાં ગેમિંગ મશીન ચલાવવું ગુનો છે, અને જ્યાં પરમિશન (Permission) છે ત્યાં પણ જીતની રકમ કેશ (Cash)માં નથી ચૂકવી શકાતી.

સામાન્ય રીતે આમાં ઓછી સજા થતી હોય છે પરંતુ મોટી કમાણી પ્રસ્થાપિત થતાં જ મની લોન્ડરિંગનો ચાર્જ લાગે છે, જે આ મામલાને ગંભીર બનાવે છે.

અમેરિકાની પોલીસ કોઈપણ સ્થળે રેડ (Raid) કરતા પહેલા અંડરકવર ઈન્વેસ્ટિગેશન (Undercover investigation) કરે છે. આ કેસમાં પણ પોલીસે અંડરકવર એજન્ટ્સ (Undercover agents) મોકલીને કરન્સી નોટ (Currency notes) ના નંબરો મેચ કરીને પાકા પુરાવા એકત્ર કર્યા હતા.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

14 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago