ભારતના સૌથી ધનિક ઉધોગપતિ મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી ની ગુજરાતના જાણીતા ઉધોગપતિની દીકરી રાધિકા મર્ચન્ટ (Radhika Machant) સાથે સગાઇ કરવામાં આવી છે.
ભારતના ટોચના ધનિક ઉઘોગપતિમાં સ્થાન ધરાવનાર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઇ ગુજરાતના જાણીતા બિઝનેસ ફેમિલી એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની સુપુત્રી રાધિકા મર્ચન્ટ સાથે ગુરુવાર (29 ડિસેમ્બર) ના રોજ કરવામાં આવી હતી. નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં આ સગાઇ કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓએ આ જોડીને આશિર્વાદ આપ્યા હતા.
આ યુગલે જીંદગીભર સાથે રહેવા માટે ભગવાન શ્રીનાથજીના આશિર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો. અંબાણી પરિવારે ખુશીના આ અવસર પર મુંબઇમાં એક ભવ્ય પાર્ટી આપી હતી. જેમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ ગ્લેમરસ અવતારમાં પહોંચ્યા હતા. અંબાણી પરિવારે આ પાર્ટી મુંબઇના એેન્ટિલિયામાં આપી હતી
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…