Breaking News

Default Placeholder Default Placeholder



પૂજય પાદ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી (કડી-અમદાવાદ) મહોદયના આશીર્વાદ અને માર્ગદર્શનથી વૈષ્ણવ સંઘ ઓફ ડલાસ દ્વારા શ્રીગુસાંઈજીના પ્રાગટ્યનો એક આનંદસભર મહોત્સવ જાન્યુઆરી 14 તારીખે, રવિવારના રોજ ઉજવાયો. 

આ વખતના ઉત્સવની ખાસ ખૂબી એ રહી કે પ્રથમ વાર જ વૈષ્ણવ સંઘનો ઉત્સવ ઓનલાઈન zoom કોલ પર થયો! ડલાસ એરિયાનું વેધર ઘણું જ ખરાબ થવાનો ફોરકાસ્ટ હોવાથી કારોબારી કમિટીએ સ્કૂલમાં રાખેલ પ્રોગ્રામ રદ કરી ઝૂમ કોલથી કરવાનું નક્કી કર્યું, જેથી વૈષ્ણવો કોઈ મુશ્કેલીમાં ન મુકાય! પ્રોગ્રામ ખુબ જ સરસ રહ્યો જે માટે ટેક્નિકલ ટીમને અભિનંદન! પારૂલબેન શાહે આખા પ્રોગ્રામનું સંચાલન કર્યું હતુ. તો નીશિતાબેને શ્રીજીબાવાને ખૂબ જ સુંદર શણગાર કર્યા હતા. પ્રાગટ્ય નિમિત્તે શ્રીગુસાંઈજી પણ ચિત્ર સ્વરૂપે બીરાજ્યા હતા. સાથે લાલન પણ પારણામાં ઝૂલતા હતા! એટલે હવેલીમાં જ દર્શન થઇ રહ્યા હોય એવો ભાવ થયો હતો! લગભગ 125 વૈષ્ણવોએ દર્શન અને ઉત્સવનો લાભ લીધો હતો.

શરૂઆતમાં પાઠ અને સ્તોત્રનું પારાયણ કરવામાં આવ્યું, તેમાં બાળકોએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે પાઠ કરી ભાગ લીધો હતો. ત્યાર બાદ જેજેશ્રીના વચનામૃત હતા, જેમાં જેજેશ્રીએ શ્રીગુસાંઈજીની એક આગવી ઓળખ આપી હતી. પુષ્ટિમાર્ગમાં શ્રીગુસાંઈજીએ રાગ-ભોગ-શ્રીંગાર થકી, અબે ખૂબ જ બધે ફરીને કેટલું મોટું યોગદાન કર્યું હતું તે આપની સ્પષ્ટ અને મધુર વાણીથી સમજાવ્યું હતું.

થોડા વધુ કીર્તન બાદ, નીશિતાબેને શ્રીગુસાંઈજીના જીવન પર સુંદર માહિતી આપી હતી. તો નુપુરબેને જે વૈષ્ણવો મનોરથી થવા તૈયાર હતા તેમનો આભાર માન્યો હતો.

શૈલેષભાઈએ ડલાસ નોર્થમાં જે પુષ્ટિમાર્ગીય સંકુલ તૈયાર થશે તેની માહિતી આપી હતી. પૂ જેજેશ્રીએ આ સંકુલનું સુન્દર નામ આપ્યું છે– શ્રી વલ્લભધામ વૈષ્ણવ સ્પીરીટ્યુલ સેન્ટર ઓફ ટેક્સાસ! શ્રીઠાકોરજીની હવેલી આનો જ એક ભાગ બની રહેશે. આ ફક્ત ડલાસનું જ નહીં પણ આખા ટેક્ષાસનું સેન્ટર બની રહેશે. શૈલેષભાઈએ જણાવ્યું હતું કે ઘણા વૈષ્ણવોએ આ અંગે પોતાનું યોગદાન આપવાની તૈયારી બતાવી છે. વધુમાં વધુ વૈષ્ણવો આગળ આવી જોડાય એવી અભિલાષા છે.

છેલ્લે આશ્ર્યપદ ગાઈને ઉત્સવનું સમાપન થયું. ( Info: by Subhash Shah-Dallas)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: