Breaking News

ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ એવા અમદાવાદના આંગણે G20 અંતર્ગત યોજાવા જઈ રહેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલિગેટ્સે અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમ મુલાકાત લીધી હતી.

ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી એમ. થેન્નારસન, ગાંધી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ અને ડાયરેક્ટર શ્રી અતુલભાઇ પંડ્યા તેમજ શાળાની બાળાઓ દ્વારા સુતરની આંટી પહેરાવીને G20 અને U20 સમિટ અંતર્ગત અમદાવાદ પધારેલા વિવિધ રાષ્ટ્રના મેયરશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

G20 રાષ્ટ્ર સમૂહના મેયરશ્રીઓ તેમજ પ્રતિનિધિશ્રીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. હૃદયકુંજના વિવિધ ખંડોની મુલાકાત લઈને પ્રતિનિધિશ્રીઓએ ચરખા પર કાંતણ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post