Russia Japan Dispute | યુક્રેન સાથેના સંઘર્ષ વચ્ચે રશિયાએ હવે જાપાનને (Japan) છંછેડતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. રશિયા (Russia)એ જાપાનના આકાશની નજીક સતત 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો (Bomber Aircraft) ઉડાવીને પોતાનું શક્તિ પ્રદર્શન (Power Show) કર્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ અભિયાનને સફળ ગણાવ્યું છે, પરંતુ જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ હરકતને ગંભીર ઉશ્કેરણીજનક (Provocative) ગણાવી છે.
જાપાનના જણાવ્યા અનુસાર, આ કાફલામાં રશિયા (Russia)ના અત્યંત જોખમી Tu-95MS પરમાણુ બોમ્બર, Su-35S અને Su-30SM જેટ વિમાનો (Jet Fighters) સામેલ હતા. આ વિમાનો જાપાનની સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર ઉડ્યા હતા. જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈજુમીએ જણાવ્યું કે રશિયાની આ હરકતથી હિંદ-પ્રશાંત મહાસાગર (Indo-Pacific Ocean) ક્ષેત્રમાં સુરક્ષા સંબંધી ગંભીર પડકારો ઊભા થયા છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
રશિયા અને જાપાન વચ્ચે લાંબા સમયથી કુરિલ ટાપુઓ (Kuril Islands) ના ચાર ટાપુઓ પર માલિકી હક્કનો વિવાદ ચાલી રહ્યો છે. જાપાન આ ટાપુઓને પોતાનો અભિન્ન હિસ્સો ગણાવે છે, જ્યારે રશિયા ત્યાં પોતાનો કબજો મજબૂત કરી રહ્યું છે. રશિયા અને જાપાન વચ્ચે લગભગ 194 કિમીની સરહદ છે, અને હાલની હિલચાલને જોતા નિષ્ણાતો આ વિસ્તારમાં વધુ એક યુદ્ધના (War) એંધાણ જોઈ રહ્યા છે. આ ઘટના બાદ જાપાન પોતાની રક્ષણાત્મક વ્યૂહરચના વધુ કડક કરે તેવી શક્યતા છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…