Breaking News

છોકરીઓને થતા સામાજિક ભેદભાવ અને માસિક વિષે વૈજ્ઞાનિક માહિતી તેમજ માસિક સાથે સંકળાયેલી
ખોટી માન્યતાઓ દુર કરવાના ઉદેશ્યથી ‘ચેતના’ સંસ્થા દ્વારા “REDअच्छा है અભિયાનની શરૂઆત કરવામાં
આવી છે.
“બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાના ઉદેશ્ય અંતર્ગત ચેતના દ્વારા નગર પ્રાથિમક શિક્ષણ સમિતિ, અમદાવાદ
તેમજ આરોગ્ય શાખા, અમ. મ્યુનિ. કોર્પો.ના સહકારથી તા. 23 ફેબ્રુઆરી, 2023 ના રોજ REDअच्छा है :
અભિયાનનું ઉદ્ઘાટન સમારોહનું ગુજરાતી શાળા નંબર – 3, વાસણામાં માનનીય ધારાસભ્યશ્રી અમિતભાઈ શાહ,
એલિસબ્રિજ વિધાનસભાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.


ઉપરોક્ત કાર્યક્રમમાં પલ્લવી પટેલ, નિયામક ચેતના દ્વારા REDઅચ્છા હૈં અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તેમજ
તેના મહત્વ વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી.
ડૉ. સુજય મહેતા, ચેરમેનશ્રી, મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ, દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના ના
ઉદ્દેશ્ય ને ધ્યાનમાં રાખીને દીકરીઓમાં ભણતરના મહત્વ ઉપર ખાસ ભાર મુકવામાં આવેલ હતો.
ડૉ. જી.ટી. મકવાણા, ડેપ્યુટી હેલ્થ ઓફિસર, પશ્ચિમ ઝોન, અમ; દ્વારા માસિક ધર્મ અને તેની સ્વચ્છતા
સાથે પૌષ્ટિક આહાર અને તેનું મહત્વ વિષય ઉપર માહિતી પ્રદાન કરી હતી.


શ્રી સ્નેહાબા પરમાર, કોર્પોરેટરશ્રી, વાસણા વોર્ડ દ્વારા ભણતરની સાથે સાથે શારીરિક સ્વચ્છતાની ઉપર
ખાસ ધ્યાન દોર્યું હતું, જે ભવિષ્યની સંભવિત બીમારીઓથી રક્ષણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉપરોકત કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રીઓ સાથે શ્રી મેહુલભાઈ શાહ, કોર્પોરેટરશ્રી, વાસણા વોર્ડ; શ્રી
આશિષભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટરશ્રી, વાસણા વોર્ડ; દિલીપભાઈ પટેલ, મદદનીશ શાસનાધિકારીશ્રી, પશ્ચિમ ઝોન
અને મેડીકલ ઓફિસરશ્રી, વાસણા અર્બન હેલ્થ સેન્ટર ડૉ. હાર્દિક મેવાડા ઉપસ્થિત રહેલ હતા.

REDअच्छा हैઅભિયાન અંતર્ગત ચેતના સંસ્થા દ્વારા અમદાવાદ શહેરની પશ્ચિમ ઝોનની નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓને માસિક વિષે વૈજ્ઞાનિક માહિતી આપી માસિક અંગેની કીટ
વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post