Oscars 2023: ઑસ્કરમાં ભારતનો નાટુ ડંકો……નાટુ નાટુએ જીત્યો બેસ્ટ ઓરિજિનલ સૉંગનો ખિતાબ
બહુ પ્રસિધ્ધ્ ફિલ્મ RRRના નાટુ નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીત માટે ઑસ્કર જીત્યો. આ કેટેગરીમાં, RRRના નાટુ નાટુ અપ્લૉઝ, હોલ્ડ માય હેન્ડ, લિફ્ટ મી અપ અને ધીસ ઈઝ એ લાઈફ વચ્ચે સ્પર્ધા થઈ હતી.

Oscars 2023માં એસએસ રાજામૌલિની ફિલ્મ આરઆરઆરના નાટુ નાટુ ગીતે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ઑસ્કરમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ નાટુ નાટુએ જીતી લીધો છે. મ્યૂઝિક કમ્પોઝર એમ એમ કિરવાનીએ પોતાની રોચક સ્પીચથી બધાને ખુશ કરી દીધાહતા.. આ ગીતનુ નામ સાંભળતા જ આખુ ડૉલ્બી થિયેટર ખુશીથી ઝૂમી ઉઠ્યુ. RRRના નાટુ નાટુએ શ્રેષ્ઠ મૂળ ગીત માટે ઑસ્કર જીત્યો તે આખા ભારત માટે ગૌરવના સમાચાર હતા.
નાટુ નાટુને અવૉર્ડ મળતા જ આખો દેશ ગર્વથી ઝૂમી ઉઠ્યો હતો. . ભારતીય ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુને ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. આ સાથે આ ફિલ્મે ઈતિહાસ રચ્યો છે. આ ખુશીના અવસર પર સમગ્ર વિશ્વમાંથી લોકોના અભિનંદનનો વરસાદ પડ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે ‘નાટુ નાટુ’ ગીત રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે સાથે મળીને ગાયુ છે. આ ગીતનું લાઇરીકલ વર્ઝન 10 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થયુ હતું. વીડિયો સોંગ 11 એપ્રિલ, 2022ના રોજ રીલિઝ કરવામાં આવ્યુ હતું. આ જ ગીતનુ તમિલ વર્ઝન ‘નાટુ કોથુ’, કન્નડમાં ‘હલ્લી નાટુ’, મલયાલમમાં ‘કરિન્થોલ’ અને હિન્દી વર્ઝનમાં ‘નાચો નાચો’ તરીકે રિલીઝ થયુ હતું. ગીતના વીડિયોમાં ફિલ્મના મુખ્ય કલાકાર રામચરણ અને જુનિયર એનટીઆરે ડાંસ કર્યો છે.