87 વર્ષના દલાઇ લામા વિચિત્ર વિવાદમાં ફસાયા છે. તેમને મળવા આવેલા એક બાળકના હોઠ અને જીભ ચૂસવાની તેમની ચેષ્ઠાએ વિવાદ ઉભો કર્યો હતો. આજે તેમણે માફી માંગીને વિવાદ પર લીંપણનો પ્રયાસ કર્યો હતો.ચારે બાજાુ લાઇવ કેમેરા હોય ત્યારે દલાઇ લામાંએ વિચિત્ર હરકત કરીને બદનામી મેળવી છે.વીડિયોમાં તિબેટીયન આધ્યાત્મિક નેતા બાળકને તેના હોઠ પર ચુંબન કરતા નજરે પડે છે. તે પછી તેને જીભ બહાર કાઢવાનું કહીને તે પોતો ચૂસવાનું કહેતા સાંભળી શકાય છે.
દલાઈ લામાના કાર્યાલયે જણાવ્યું હતું કે તેઓ બાળક અને તેના પરિવારની ‘તેમના (દલાઈ લામાના) શબ્દોના કારણે પહોંચેલી ઈજા’ માટે માફી માગવા માગે છે.
નિવેદનમાં સ્પષ્ટપણે એ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, જે દલાઈ લામા કહેતા જોવા મળ્યા હતા.
નિવેદન મુજબ, બાળકે દલાઈ લામાને પૂછ્યું હતું કે શું તેઓ તેને આલિંગન આપી શકે છે. આ સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલી 23 સેકન્ડની ક્લિપમાં સ્પષ્ટપણે દેખાતું નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “તેઓ (દલાઈ લામા) ઘણી વખત જાહેરમાં અને કૅમેરાની સામે પણ નિર્દોષ અને રમતિયાળ બનીને લોકો સાથે ટીખળ કરતા હોય છે. તેઓ આ ઘટના માટે ખેદ વ્યક્ત કરે છે.”
ઘટનાની તારીખ અને સ્થળ હજુ સુધી સ્પષ્ટ નથી. બીબીસીએ દલાઈ લામાના કાર્યાલયને પ્રશ્નો ઇમેલ કર્યા હતા, જેમાં તેમણે કહેલા શબ્દો વિશે પુષ્ટિ માગી હતી. ઓફિસે સત્તાવાર નિવેદનના ટૅક્સ્ટ સાથે જવાબ આપ્યો હતો.
દલાઈ લામા તિબેટીયન બૌદ્ધ ધર્મના મુખ્ય સાધુ અને વ્યાપક રીતે આદરણીય આધ્યાત્મિક નેતા છે. તિબેટમાં ચીનવિરોધી બળવા પછી તેઓ વર્ષ 1959થી ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.
તિબેટમાં જીભ બહાર કાઢવી એ નમસ્કાર કરવાની એક રીત છે, પરંતુ રવિવારે વીડિયો વાઇરલ થયા પછી સોશિયલ મીડિયા પર 87 વર્ષીય લામાની ‘અયોગ્ય’ ટિપ્પણી બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કેટલાક લોકોએ એ પણ ધ્યાન દોર્યું હતું કે દલાઈ લામાની ટિપ્પણી પછી રૂમમાં અન્ય લોકોને હસતા સાંભળી શકાય છે