હવે અમેરિકામાં પણ મા ઉમિયાનું મંદિર ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે. એકાદ શહેરમાં નહીં પણ અમેરિકાના ત્રણ નામાંકીત શહેરોમાં મા ઉમિયાના મંદિરો નિર્માણ પામશે. અમેરિકાના જે ત્રણ શહેરોમાં માં ઉમિયાની મંદિરો નિર્માણ પામશે તેમાં મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસનો સમાવેશ થાય છે.. આ મંદિરમાં વિશ્વ ઉમિયાધામ મૂર્તિનું સ્થાપન કરાશે. અમેરિકાથી ટૂંકા સમય માટે આવતા ઉમિયા માતાના ભક્તો એકવાર ઉંઝા દર્શને આવે છે અને માતાની કૃપા સતત મળતી રહે તે માટે માથું ટેકવે છે.
મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં પ્રચાર પ્રસાર કરવાના હેતુથી વિશ્વઉમિધામના પ્રમુખ શ્રી આર. પી. પટેલ સાથે અન્ય 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. તાજેતરમાં વિશ્વ ઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી.