મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે હવે ઈરાન (Iran) ના શાસનમાં આંતરિક બળવાના સંકેતો મળી રહ્યા છે. ‘ઈરાન ઈન્ટરનેશનલ’ (Iran International) ના રિપોર્ટ અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાન (Masoud Pezeshkian) અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના ચીફ કમાન્ડર અહેમદ વાહિદી (Ahmad Vahidi) વચ્ચે ગંભીર વિખવાદ સર્જાયો છે.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન પડોશી રાષ્ટ્રો પર થઈ રહેલા હુમલાઓ અને વધતા જતા તણાવના પક્ષમાં નથી, જ્યારે બીજી તરફ IRGC આ જંગને હજુ વધુ ખેંચવા માંગે છે. આ સત્તા સંઘર્ષમાં IRGCએ વર્તમાન સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવી છે અને આરોપ લગાવ્યો છે કે યુદ્ધ શરૂ થયા પહેલા સરકારે જરૂરી સુધારા અમલમાં મૂક્યા નહોતા.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું માનવું છે કે જો આગામી 1 મહિનામાં તાત્કાલિક યુદ્ધવિરામ (Ceasefire) કરવામાં નહીં આવે, તો ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તબાહ થઈ જશે. તેમણે અગાઉ ખાડી દેશો પર થયેલા હુમલા માટે માફી પણ માંગી હતી અને આવા હુમલા રોકવા સૂચના આપી હતી, છતાં IRGC દ્વારા હુમલા ચાલુ રખાયા છે.
રાષ્ટ્રપતિએ તમામ એક્ઝિક્યુટિવ પાવર (Executive Power) સરકારને સોંપવાની માંગ કરી છે, જેને કમાન્ડર અહેમદ વાહિદીએ ફગાવી દીધી છે. ઇઝરાયલ (Israel) ના મીડિયા અહેવાલો મુજબ, ઈરાની શાસનમાં દેખાઈ રહેલી આ તિરાડનો લાભ ઉઠાવીને ત્યાંની સત્તા ઉથલાવી પાડવાની તૈયારીઓ પણ થઈ રહી છે, જેનો બધો જ આધાર હવે ઈરાની જનતાના વલણ પર છે.
યુદ્ધના કારણે ઈરાનમાં આર્થિક પાયમાલીની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું તે પહેલા જ ત્યાં મોંઘવારીનો દર 115% પર પહોંચી ગયો હતો અને કરન્સીના મૂલ્યમાં ભારે ઘટાડો થયો હતો. હાલમાં ઈરાનના અનેક શહેરોમાં ATM માં રોકડ (Cash) ખતમ થઈ ગઈ છે અને બેન્કોની ઓનલાઈન સેવાઓ ઠપ થઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે સરકારી કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર (Salary) પણ મળ્યો નથી, જે દેશની ગંભીર આર્થિક કટોકટી સૂચવે છે.
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…
Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…
Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…