
INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ દ્વારા
ચૈત્ર નવરાત્રી અને ‘Mother’s Day’ નો પ્રોગ્રામ-૧૪મી મે ૨૦૨૪
California- Bay Area માં INSAF એસોસીએશને હાલ ચૈત્ર નવરાત્રી ગઇ તે નિમિ-તે રાસ અને
દાંડીયા નો પ્રોગ્રામ, AWC-Senior Center, Lake Elizabeth, Fremont માં ઉજવ્યો હતો.
સાથે ૧૨મી મે નો “Mother’s Day” નો અવસર ધ્યાન માં રાખી બધાં એકત્રિત થયા હતા.

પ્રોગ્રામ ની શરુઆત ગણેશ વંદના થી કરવામાં આવી. પછી શ્રી અમ્બરીસ દેસાઇએ યોગા
કરાવ્યા.Traditional Dress માં સજી-ધજી ને સૌ આવ્યા હતા, ખાસ કરીને બહેનો…શરુઆત ત્રણ
તાલી ગરબા થી કરી- “ કુમકુમ કેરે પગલે માડી ગરબે રમવાં આવ….“ , પછી “ હે તમે ગરબે રમવા
આવો અમારી અંબે મા… “ અને ત્યારબાદ બે તાલી ગરબાની શરુઆત માં “ આજ મા નો ગરબો
ઘુમતો જાય.. “ની ધુનથી થઇ.

છેલ્લે જે બધા રાહ જોતાં હતા તે રાસ-દાંડીયાની રમઝટ જમાવી… “ તારા વિના શ્યામ મને એકલડું
લાગે, રાસ રમવાને વહેલો આવજે…“, યોગેશ શાહ અને દીપક નાયક ના સ્વરે…અને “ શ્યામ તારા
રંગની ચુનરી રે, ચુનરી લહરાય…“. છેવટે ‘ઘોડા-કુદ‘ના રાસ “ ઘોર અંધારી રે રાતલડી માં નીસર્યા ચાર
અસ્વાર…“ ની ધુન સાથે ગોળ ગોળ ફરયાં બધા !!
લગભગ ૧૧૫ લોકો ઉપસ્થિત હતા. ‘ઇડલી એકસ્પ્રેસ’ ના શ્રી જય જયરામન, ખાસ “Mother’s
Day” લંચ લાવ્યા હતા. જે એમના વોલન્ટીયર ટીમે સૌને પીરસીને જમાડ્યા – જેમાં ‘શીખ’ સંપ્રદાય
પરંપરાની તહેવારોની ખાસ વાનગી “ ખડા પ્રસાદ“ નો શીરો હતો જેનો સ્વાદ સૌએ માણ્યો. આખરે
આવતા ઉનાળાના દિવસો આસ્થળેથી કેવી રીતે ઉજવશું એ ચર્ચા કરતાં સૌ ઘરે પધાર્યા.
Bay Area & Fremont ની Indian Community ને INSAF Association તરફથી આ
વરસ ની શુભેચ્છાઓ…
( સંકલિત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)
I