Breaking News

ગુજરાત ક્રિકેટ એસોસિએશન પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી (Dhanraj Nathwani s/o Parimal Nathwani) ની વરણી થતા જય શાહે (Jay Shah) અભિનંદન પાઠવ્યા હતા. હેમંત કોન્ટ્રાક્ટરની ઉપપ્રમુખ, અનિલ પટેલની સેક્રેટરી, મયુર પટેલની જોઈન્ટ સેક્રેટરી અને ભરત માંડલીયાની ખજાનચી બન્યા.છે.

બીસીસીઆઈ સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તથા આઈસીસીના ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સના પ્રમુખ જયશાહ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ઉપલભ્ધ માહિતી અનુસાર, ગઇકાલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 86મી વાર્ષિક સભા ધનરાજ નથવાણીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં આગામી ટર્મ 2022 થી 2025 માટે હોદ્દેદારો માટે ચૂંટણી થઈ જેમાં, અધિકારી વરેશ સિંહા દ્વારા ધનરાજ નથવાણી સહિત પાંચ સભ્યોને બિન હરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.અહીં ઉલ્લેખનીય છે કે ધનરાજ નથવાણી સંસદસભ્ય પરિમલ નથવાણીના પુત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: