Breaking News

G-20 અંતર્ગત ટેન્ટ સીટી-૨, એકતાનગર(કેવડીયા) ખાતે યોજાયેલી 3rd Trade and Investment Working Group(TIWG) Meeting અન્વયે રાત્રિભોજન સહ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

તા.૧૦-૧૧-૧૨ જુલાઈની આ બેઠકમાં ૧૨૦ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત ૧૮૦ લોકો સહભાગી થવાના છે. તેઓ યુનિટી મોલ, સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે.

TIWG મહદ અંશે વિકાસ અને સમૃદ્ધિ, લોજિસ્ટિક, ગ્લોબલ વેલ્યુ ચેઈન, ઈન્ટિગ્રેટિંગ એમ.એસ.એમ.ઈ ઇન વર્લ્ડ ટ્રેડ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન રિફોર્મ્સ ઉપર પ્રાધાન્ય આપે છે. તે વિશ્વના વેપારમાં રોકાણ અને વ્યાપારની સરળતા માટે વિકલ્પો ચકાસે છે.

આ પ્રસંગે શ્રી સુનીલ બર્થવાલ – કોમર્સ સેક્રેટરી, શ્રી એસ.જે.હૈદર – એસીએસ ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રી સુમિતા દાવરા – સ્પેશ્યલ સેક્રેટરી ડીપીઆઇઆઇટી, શ્રી મોના ખંધાર – પ્રિન્સિપલ સેક્રેટરી ઇકોનોમિક અફેયર્સ, શ્રી અમરદીપસિંઘ ભાટિયા – એડીશનલ સેક્રેટરી કોમર્સ વિભાગ, શ્રી રૂપા દત્તા – પ્રિન્સિપલ એડવાઈઝર ડીપીઆઇઆઇટી, શ્રી નેઇલ બેક (યુ.એસ. એ), શ્રી લુસીના ફર્નેસી (બ્રાઝિલ), શ્રી કાર્લોસ જીમેનો (યુરોપિયન યુનિયન) ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: