પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત



માર્ચ ૧૭ ના રોજ Dallas મા આવેલી VYO શ્રીનાથધામ હવેલી, કોપેલ માં ખુબ જ હર્ષ અને ઉલ્લાસ નો માહોલ હતો.
આજે પ્રોગ્રામની શરૂઆતમાં વૈષ્ણવોએ નિત્ય ના પાઠ કરી પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી ના “વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસા વચ્ચેના તફાવત” પર સુંદર વચનામૃત શ્રવણ કર્યું. સાથે શિક્ષાપત્રનું વાંચન અને સત્સંગ કરી સૌ ભાવિક વૈષ્ણવોએ પ્રભુ સાનિધ્યમાં આનંદ વિભોર થઈ હોરી ખેલ અને રસિયા અને રાસ ની રમઝટ બોલાવી સૌને ભાવવિભોર કર્યા હતા. ત્યારબાદ સૌએ ભેગા મળી જે સત્સંગ શ્રવણ કર્યો અને રસિયા નો આનંદ માણ્યો એને વાગોળતા વાગોળતા પ્રસાદ ગ્રહણ કર્યો.




