
એપ્રીલ ૧૪ ના રોજ Dallas મા આવેલી VYO શ્રીનાથધામ હવેલી, કોપેલ માં ખુબ જ ધામધૂમ થી શ્રી યમુનાજી અને શ્રી ગુસાઇજી ના છઠ્ઠા લાલન શ્રી યદુનાથજી ના પ્રાગટ્ય ઉત્સવ ની ઉજવણી થઈ હતી.


પ્રોગ્રામની શરૂઆતમાં વૈષ્ણવોએ નિત્ય ના પાઠ કરી પૂજ્ય ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રી એ વચનામૃત દ્વારા “શ્રી યમુનાજી ના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવીક સ્વરૂપ” નું સુંદર રીતે વર્ણન કરી વૈષ્ણવોને “શ્રી યમુનાજી ના અલૌકિક સ્વરૂપ” ના દર્શન કરાવ્યા.


ત્યાર બાદ શ્રી મથુરભાઈ અને વૈષ્ણવો એ અલગ અલગ રાગ અને સંગીત સાથે શ્રીયમુનાજી ના ૪૧ પદ ગાન કરી પ્રભુ સાનિધ્યમાં અનેરો આનંદ માણ્યો.
શ્રીનાથધામ હવેલી ના કમીટી મેમ્બર્સ એ શનિવાર, મે ૪ ના ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવી રહેલા શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ઉત્સવમાં લાભનિમિત્ત થવા માટે આમંત્રણ આપ્યુ.