Breaking News

મોદી સરકાર 3.0 : કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ

પીએમ મોદીએ વડાપ્રધાન પદ માટે શપથ લીધા તો, સાથે મોદી સરકારના નવા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, એસ જયશંકર સહિત અનેક નેતાઓને ફરી મંત્રી પદ મળ્યું.

June 09, 2024 21:29 IST

પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. લોકસભા ચૂંટણી 2024 માં ભાજપે એનડીએ ગઠબંધન સાથે સરકાર બનાવી છે. મોદી સરકાર માં ભાજપના સાંસદો સહિત સહયોગી પાર્ટીઓના સાંસદોને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તો જોઈએ કયા કયા સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી. તમને જણાવની દઈએ કે, જેપી નડ્ડા અગાઉની એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા.જેપી નડ્ડાને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. જેપી નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 1993માં જેપી નડ્ડાનો રાજકારણમાં પ્રવેશ થયો હતો. 1998થી 2003 સુધી તેઓ હિમાચલના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 2012માં તેમને રાજયસભા મોકલવામાં આવ્યા હતા. જેપી નડ્ડાએ પટનામા 1960માં જન્મેલા જગત પ્રકાશ નડ્ડાએ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. શરૂઆતથી જ તેઓ એબીવીપી સાથે જોડાયેલા હતા. તેઓ પ્રથમ વખત 1993માં હિમાચલમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ રાજ્ય અને કેંદ્રમાં મંત્રી પણ રહ્યા. તેઓ 1994થી 1998 સુધી વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહ્યા હતા.

જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી. તમને જણાવની દઈએ કે, જેપી નડ્ડા અગાઉની એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા.જેપી નડ્ડાને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. જેપી નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 1993માં જેપી નડ્ડાનો રાજકારણમાં પ્રવેશ થયો હતો. 1998થી 2003 સુધી તેઓ હિમાચલના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 2012માં તેમને રાજયસભા મોકલવામાં આવ્યા હતા. જેપી નડ્ડાએ પટનામા 1960માં જન્મેલા જગત પ્રકાશ નડ્ડાએ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. શરૂઆતથી જ તેઓ એબીવીપી સાથે જોડાયેલા હતા. તેઓ પ્રથમ વખત 1993માં હિમાચલમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

નીતિન ગડકરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, તેમણે મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી ભાજપના ઉમેદવર તરીકે ચૂંટણી લડી હતી. અને કોંગ્રેસના વિકાસ ઠાકરેને 137603 મતથી હરાવી શાનદાર જીત મેળવી હતી.

શિવરાજસિંહ ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના પ્રતાપભાનુ શર્માને 821408 મતથી હરાવી શાનદાર જીત મેળવી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.

નિર્મલા સિતારમણે કેબિનેટ મંત્રી પદની શપથ લીધી છે. નિર્મલા સિતારમણ મોદી સરકાર 2.0 માં નાણામંત્રી હતા. તેમણે ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે. નિર્મલા સિતારમણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને PM મોદીના વિશ્વાસુ સહયોગી સીતારમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. શરૂઆતમાં, તેમને 2014 માં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને સ્વતંત્ર હવાલો સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું હતું. રાજ્યસભાના સભ્ય સીતારમણે 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી, અને 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે ચૂંટણી લડી ન હતી.

નિર્મલા સિતારમણે કેબિનેટ મંત્રી પદની શપથ લીધી છે. નિર્મલા સિતારમણ મોદી સરકાર 2.0 માં નાણામંત્રી હતા. તેમણે ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે. નિર્મલા સિતારમણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને PM મોદીના વિશ્વાસુ સહયોગી સીતારમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. શરૂઆતમાં, તેમને 2014 માં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને સ્વતંત્ર હવાલો સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું હતું.

રાજનાથ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, તેમણે ઉત્તર પ્રદેશની લખનૌ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને સમજવાદી પાર્ટીના રવિદાસ મેહરોત્રાને 135159 મતથી હરાવ્યા છે. રજનાથ સિંહે સતત ત્રીજી વખત આ બેઠક પરથી જીત નોંધાવી છે.

અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, તેમણે ગુજરાતની ગાંધીનગર બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને 744716 મતથી હરાવી શાનદાર જીત મેળવી હતી.

કિરેન રિજીજુએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપ ઉમેદવાર તરીકે અરૂણાચલ પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના નબામ તુકીને 100738 મતથી હરાવી સાંસદ બન્યા હતા.

મનોહરલાલ ખટ્ટરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે લોકસભા ચૂંટણી 2024 માં ભાજપના ઉમેદવાર તરીકે હરિયાણાની કરનાલ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના દિવ્યાંશુ બુધિરાજને 232577 મતથી હરાવ્યા અને કેબિનેટ મંત્રી બન્યા.

એસ. જયશંકર કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. મોદી 2.0 સરકારમાં એસ જયશંકર વિદેશ મંત્રી તરીકે કાર્યભાળ સંભાળી રહ્યા હતા. તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે.

એચડી કુમારસ્વામિએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે કર્ણાટકની માંડ્યા લોકસભા બેઠક પરથી જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના વેંકેટરામને ગૌડા (સ્ટાર ચંદ્રુને) 284620 મતથી હરાવ્યા અને મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) એનડીએ સહયોગી પાર્ટી છે.

પિયુષ ગોયલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પિયુષ ગોયલ જે મોદીના ખાસ વિશ્વાસુ નેતા છે. તેમણે મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને કોંગ્રેસ ઉમેદવાર ભૂષણ પાટિલને 357608 મતથી હરાવી ફરી એકવાર મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.

ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ઓડિશાની સંબલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડ્યા અને બીજુ જનતા દળના પ્રણવ પ્રકાશ દાસને 119836 મતથી હરાવ્યા હતા.

જીતનરામ માંઝીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ બિહારની હિન્દુસ્તાની અવમ મોરચા પાર્ટીના વડા છે અને બિહારના કદાવર નેતા માનવામાં આવે છે, તેમણે બિહારની ગયા બેઠક પરથી એનડીએ સહયોગી તરીકે હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) પાર્ટી તરફથી જ ચૂંટણી લડી અને રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર કુમાર સર્વજીતનને 101812 મતથી હરાવ્યા છે. તેમણે મોદી સરકારને ટેકો આપી કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવ્યું છે.

લલનસિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ બિહારમાં નીતિશ કુમારની જેડીયુના કદાવર નેતા છે. તેમણે બિહારની મુંગેર લોકસભા બેઠક પરથી જનતા દળ (યુનાઈટેડ) ઉેમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અને રાષ્ટ્રીય જનતા દળના કુમારી અનિતાને 80870 મતથી હરાવ્યા હતા. એનડીએ સહયોગી સાંસદને કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

સર્વાનંદ સોનોવાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે આસામની દિબ્રુગઢ બેઠકથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. અને તેમણે આસામ રાષ્ટ્ર પરષદના ઉમેદવાર લુરીનજ્યોતિ ગોગોઈને 279321 મતથી હરાવી મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું.

ડો. વિરેન્દ્ર કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે મધ્ય પ્રદેશની ટીકમગઢ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના ખુમાન યુઆરએફ પંકજ અહીરવારને 403312 મતથી હરાવી મોદી કેબિનેટમાં પહોંચ્યા છે.

કિંજરાપુ રામમોહન નાયડુએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તે ટીડીપીના સાંસદ છે. તેમણે આંધ્રપ્રદેશની શ્રીકાકુલમ લોકસભા બેઠકથી તેલુગુ દેશમ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તિલક પેરાદાને 327901 મતથી હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટીડીપી પાર્ટી એનડીએ ગઠબંધનમાં મોદી સરકારની સહયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post