6-6-2023
પશ્ચિમ રેલવેના વડોદરા-સુરત રેલ સેક્શન ના અંકલેશ્વર-સાયણ સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 153 અને સંજેલી-કોસંબા સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 166 પર ગર્ડર લોંચિંગ માટે 7મી જૂન, 2023 (બુધવાર) ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના કારણે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, 07.06.2023 ના રોજ, ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટ થી તેના રેગ્યુલર સમય સવારે 05.30 વાગ્યે ના બદલે 2 કલાક મોડી એટલે કે સવારે 07.30 વાગ્યે ઉપડશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.