પશ્ચિમ રેલવેમાં સેફટી અને સુરક્ષાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે રાજકોટ ડિવિઝનને જીએમ દ્વારા બે પ્રતિષ્ઠિત શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા
રાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2022-23 માટે પશ્ચિમ રેલવેમાં સેફ્ટી અને સુરક્ષામાં શ્રેષ્ઠતા માટે 68મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહમાં બે પ્રતિષ્ઠિત જનરલ મેનેજર કાર્યક્ષમતા શિલ્ડ પ્રાપ્ત થયા છે.
વધુ માહિતી આપતાં સીનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (જીએમ) શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી. અનિલકુમાર જૈને આ બંને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ડીઆરએમ શ્રી જૈન, સીનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર શ્રી એન.આર. મીના અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવ શિલ્ડ સાથે રાજકોટ સ્ટેશન પહોંચતા આજે તેમનું પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના પ્રમુખ શ્રીમતી વિધુ જૈન અને તેમની ટીમ, એડીઆરએમ શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઢોલ-નગારા સાથ