Breaking News

યુ-20ના આયોજનમાં વિકાસનો હાર્દ રજૂ થાય છેઃ G20 ઈન્ડિયા શેરપા શ્રી અમિતાભ કાંત

અત્યાર સુધીની યુ-20 મેયોરલ સમિટ્સમાં સૌથી વધુ સંખ્યામાં વ્યક્તિગત સહભાગીતા આ સમિટમાં નોંધાઈઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેન્નારસન

યુ-20 દ્વારા જી-20ને ‘કમ્યુનિક ડોક્યુમેન્ટ’ સોંપવામાં આવ્યાની અપાર આનંદ અને ગૌરવવંતી ક્ષણ

અમદાવાદ, 8 જુલાઈ 2023: મહાત્મા મંદિર ખાતે 6ઠ્ઠી U20 મેયરલ સમિટનું ભવ્યાતિભવ્ય આયોજનો સાથે સમાપન થયું છે. G20 ઈન્ડિયા શેરપા શ્રી અમિતાભ કાંત, માનનીય કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, અમદાવાદના મેયર શ્રી કિરીટકુમાર પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, C40 ડેપ્યુટી એક્ઝેક્યુટિવ ડિરેક્ટર શ્રી કેવિન ઓસ્ટિન, યુ.સી.એલ.જી.નાં સેક્રેટરી જનરલ ઈમિલિયા સેઝ તથા અન્ય મહાનુભાવો, ડેલિગેટ્સ અને અધિકારીઓ કોમ્યુનિકના હસ્તાંરણ પ્રસંગે ઉપસ્થિત હતા.
માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ U20 મેયરલ સમિટ 2023ના ભવ્ય આયોજનમાં મેયર, ડેપ્યુટી મેયર, અધિકારીઓ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત અનેક ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાયા એ માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રિય મંત્રીશ્રીએ સસ્ટેનેબલ સિટીઝના નિર્માણ તરફ અર્બન ટ્રાન્સફોર્મેશન માટે નવ પોઈન્ટ વિઝન પણ રજૂ કર્યું હતું, જેમાં ઈનોવેશનના સ્વીકાર, નાગરિકોના સશક્તિકરણ તથા સ્થાનિક સ્તરે ક્ષમતાનિર્માણ પર એમણે ભાર મૂક્યો હતો.
2-દિવસીય U20 મેયરલ સમિટમાં સસ્ટેઈનેબલ ફ્યુચર માટે કામ કરતાં શહેરો અને રાષ્ટ્રીય સરકારો વચ્ચે અસરકારક સહયોગ-સાથસહકાર જોવા મળ્યો. આ પ્રસંગે G20 ઈન્ડિયા શેરપા શ્રી અમિતાભ કાંતે કહ્યું, “યુ-20ના આયોજનમાં વિકાસનો હાર્દ રજૂ થાય છે. એમણે વધુમાં જણાવ્યું કે સસ્ટેઈનેબલ ગ્રોથ શહેરોના સક્રિય સહયોગ-સહભાગીતા પર આધાર રાખે છે, કારણ કે આજે વિશ્વની વસતીના 60% નાગરિકો શહેરોમાં વસે છે, જે જીડીપીમાં 85% હિસ્સો ધરાવે છે.”
અમદાવાદની યુ-20ની અધ્યક્ષતા તથા યજમાનીની યાત્રાની વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસને જણાવ્યું હતું કે 6ઠ્ઠી U20 સાઇકલ એક અભૂતપૂર્વ રીતે સફળ રહી છે. એમણે કહ્યું, “આપણને 105 શહેરોનું રેકોર્ડ-બ્રેકિંગ સમર્થન મળ્યું છે, જે કોઈપણ યુ-20 સાયકલની સૌથી મોટી સંખ્યા છે. આ ઐતિહાસિક ઘટના અર્બન કો-ઓપરેશન અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
સમાપન સમારોહ દરમિયાન શ્રી એમ. થેન્નારસને આપેલી વિગતો પ્રમાણે અમદાવાદની અધ્યક્ષતામાં, 6ઠ્ઠી U20 સાયકલ અંતર્ગત પ્રાથમિકતા ધરાવતા છ ક્ષેત્રો માટે દેશભરમાં સહમતી અને સક્રિયતા જોવા મળી છે. યુ-20માં સમગ્ર દેશમાં વ્યાપક જન-ભાગીદારી પણ જોવા મળી છે. સમગ્ર સાઈકલ દરમિયાન 40થી વધુ મીટિંગ્સમાં 10,000થી વધુ પ્રતિનિધિઓની સહભાગીતા સાથે કુલ 100થી વધુ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 3 અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયા હતા અને U20 ટોક્સ અંતર્ગત U20 સંવાદ, U20 મંથન અને U20 ઈન્ડિયા ક્લાઈમેટ ડાયલોગ સિરીઝ વગેરેનું આયોજન પણ સફળતાપૂર્વક થયું હતું.
મેયરલ સમિટ દરમિયાન, 90થી વધુ શહેરોના 650થી વધુ આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય પ્રતિનિધિઓએ સસ્ટેઈનેબલ અર્બન ડેવલપમેન્ટને ચૅનલાઇઝ કરવા માટે અને સામુહિક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ફળદાયી ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત પ્રાથમિકતા ધરાવતા છ ક્ષેત્રોને સમગ્રપણે આવરી લેતા થીમઆધારિત વિશેષ સત્રોનું આયોજન પણ થયું હતું, જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોએ વક્તવ્યો આપ્યાં હતાં.
ઇન્ડિપેન્ડેન્સિયાના મેયર શ્રી ગોન્ઝાલો ડ્યુરન બેરોન્ટીએ વૃક્ષારોપણની ઝુંબેશમાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, “મારા માટે આ એક ખૂબ જ હૃદયસ્પર્શી અને જુદી જ અનુભૂતિ કરાવતો અનુભવ હતો. કમ્યુનિટી તરીકે આપણે આવી સસ્ટેઈનેબલ ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિટિઝને પ્રોત્સાહિત કરવી જોઈએ.”
કેનેડાથી આવેલા મેયરશ્રી લુકાસ ક્લેવલેન્ડે એમનો અનુભવ વહેંચતા જણાવ્યું કે, “શહેર ગમે તેટલું મોટું કે નાનું હોય, બધી સમસ્યાઓ સરખી જ હોય છે. બસ દરેક સમસ્યાનો સ્કેલ-સમસ્યાની માત્રા જુદી-જુદી હોય છે”.
ઝાંસીના મેયર શ્રી બિહારીલાલ આર્યએ U20 મેયરલ સમિટની યજમાનીમાં સર્વગ્રાહી અભિગમ માટે U20 ચેર સિટી અમદાવાદનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “આ બે દિવસ દરમિયાન વિશ્વભરના મેયરો એકબીજા સાથે તમામ શહેરોને એક સમાવેશી-પર્યાવરણલક્ષી ભવિષ્ય કેવી રીતે મળી રહે-ઈન્ક્લુઝિવ સસ્ટેઈનેબલ ફ્યુચર કેવી રીતે નિર્માણ થઈ શકે, એ વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરતા જોવા મળ્યા.”
મહાત્મા ગાંધીને સમર્પિત મ્યુઝિયમ દાંડી કુટીર, અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને ગિફ્ટ સિટીની મુલાકાત લઈને પ્રતિનિધિઓએ ગુજરાતની ઐતિહાસિક સમૃદ્ધિની અનેરી અનુભૂતિ મેળવી હતી. તેઓએ U20 મેયરલ સમિટ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પ્રદર્શન દ્વારા ગુજરાતના સમૃદ્ધ વારસાનો પણ પરિચય મેળવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: