મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવાર 6 ઓક્ટોબર સવારે પ્રારંભ કર્યો છે.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/10/6-10-seol-1024x682.jpg)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવાર 6 ઓક્ટોબર સવારે પ્રારંભ કર્યો છે.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/10/6-10-seol-1-1024x682.jpg)
આ વન-ટુ-વન મુલાકાત બેઠકના ઉપક્રમમાં બોરોસિલ લિમિટેડના એમ ડી શ્રીવર ખેરૂકા મળ્યા હતા.
બોરોસીલ ગુજરાતમાં ભરૂચમાં પોતાનો ગ્લાસ મેન્યું ફેકચરિંગ પ્લાન્ટ ધરાવે છે એટલું જ નહિ 100 કરોડ ના રોકાણ સાથે ટ્યુબિંગ ફરનેશ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત પણ કરી છે 2024 સુધીમાં કુલ 625 કરોડ ની વિસ્તરણ યોજના તેમણે નક્કી કરી છે તેમ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ને કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી સાથેની વાતચીતમાં તેમણે
ગુજરાતે તાજેતરમાં જાહેર કરેલી ગુજરાત રીન્યુએબલ પોલિસી 2023 જાહેર કરેલી પોલિસી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કરી મુખ્ય મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તેમને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.