![](https://sacharachar.com/wp-content/uploads/2023/12/27-v1-1024x683.jpg)
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની અધ્યક્ષસ્થાને વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન – એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/12/27-v3-1024x918.jpg)
![](https://sacharachar.com/wp-content/uploads/2023/12/27-v6-956x1024.jpg)
![](https://sacharachar.com/wp-content/uploads/2023/12/27-v2-1024x654.jpg)
“વાઈબ્રન્ટ ગુજરાત – ૨૦૨૪” હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઇથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/12/27-v7-1024x683.jpg)
આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી એસ. જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા…
![](https://sacharachar.com/wp-content/uploads/2023/12/27-v8-1024x683.jpg)