Ahmedabad News

સૂર્ય નમસ્કાર યોગની એક શ્રેષ્ઠ કલા

સૂર્ય નમસ્કાર મહાઅભિયાનના જિલ્લા- વોર્ડ કક્ષાનો વિજેતા સન્માન સમારોહ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં પુનિત વન-ગાંધીનગર ખાતે યોજાયો
પ્રથમવાર રાજ્યભરમાં તા.૧ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલી સ્પર્ધાનો વિજેતા સન્માન સમારોહ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો હતો.

આ સ્પર્ધાનો ગાંધીનગર જિલ્લા- વોર્ડ કક્ષાનો વિજેતા સન્માન સમારોહ ગાંધીનગરના પુનિત વન ખાતે મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શાળાના બાળકો તથા આંગણવાડીના કાર્યકર બહેનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

વિજેતા સહિતના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આપણી યોગની સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને વધુ નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.1 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

મંત્રીશ્રીએ તમામ નાગરિકો ખાસ કરીને બહેનોને રોજિંદા જીવનમાં યોગ અને વ્યાયામને અપનાવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ એ આપણા જીવનના પરિવર્તનનું સાધન તથા તંદુરસ્ત જીવન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે, જે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને પ્રફુલ્લિત બનાવે છે. સૂર્ય નમસ્કાર એ બાર આસનોનો સમન્વય છે, જે સૂર્યને નમન કરે છે. સૂર્યએ જીવનનો સ્રોત છે, જે આપણને ઊર્જા અને પ્રકાશ આપે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આપણા શરીરના બધા અંગો વધુ સક્રિય થાય છે, આપણાં રક્તનો પ્રવાહ વધુને વધુ સક્રિય બને છે. આપણી પાચન શક્તિ વધારે છે, આપણી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે. જેનાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મ્યુન્સિપલ કોર્પોરેશનના નાયબ મુખ્ય કમિશનર શ્રી જે. એન. ભોરણીયા, મદદનીશ મુખ્ય કમિશનર શ્રી અમિત સિંઘાઈ, કોર્પોરેટર શ્રીમતી કૈલાશબેન સુતરીયા, શ્રીમતી હેમાબેન ભટ્ટ તથા શ્રી પદમસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago