Ahmedabad News

ચેતતા રહેજો..બાળકોને નાના રમકડાં રમવા ના આપશો

૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’
**
નિર્ણાયક શક્તિ અને તબીબી કૌશલ્યનો વિજય: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી દ્વારા બાળકને મળ્યું નવજીવન
**
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: રમતા-રમતા આખું રમકડું ગળી ગયેલા બાળક માટે તબીબો દેવદૂત બન્યા
**

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. ૧.૫ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. ૧૮ જાન્યુઆરીએ જ્યારે બાળકના ચહેરા પર અચાનક તકલીફના હાવભાવ દેખાયા અને તેને ઉલટી થઈ, ત્યારે માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ કરતા માલૂમ પડ્યું કે વંશના રમકડાંમાંથી એક રમકડું ગાયબ હતું અને પૂછપરછ કરતા બાળકે તે ગળી ગયાનું કબૂલ્યું હતું. પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લાવ્યો, જ્યાં એક્સ-રેમાં આખું રમકડું હોજરીમાં હોવાનું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

 

આ જટિલ સર્જરી અને તેમાં રહેલા જીવના જોખમ વિશે વિસ્તૃત માહિતી આપતા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, બાળકની હોજરીમાં ફસાયેલું રમકડું કોઈ ટુકડો નહીં પણ હાથ, પગ અને માથું ધરાવતું પૂર્ણ કદનું પાત્ર હતું. અન્નનળી અને જઠર વચ્ચે એક કુદરતી વાલ્વ હોય છે, આ વાલ્વમાંથી આટલા મોટા રમકડાને પસાર કરવું એ સૌથી મોટો પડકાર હતો. એન્ડોસ્કોપના નાજુક ઇન્સ્ટ્રુમેન્ટથી જ્યારે અમે તેને પકડવાનો પ્રયાસ કરતા ત્યારે હોજરીમાં રહેલી હવાને કારણે રમકડું સતત લપસ્યા કરતું હતું. જો અમે તેને હાથ કે પગના ભાગેથી પકડીને ખેંચ્યું હોત, તો તે વાલ્વમાં ફસાઈ જવાની અને વાલ્વને કાયમી નુકસાન પહોંચાડવાની પૂરેપૂરી શક્યતા હતી. અમે અત્યંત ધીરજ રાખી રમકડાના માથાના ભાગ પર પકડ જમાવી અને સાવચેતીપૂર્વક વાલ્વ ક્રોસ કરાવી તેને બહાર કાઢ્યું. જો આ રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો આંતરડું ફાટવાનો ભય રહેત અને ઓપરેશન અનિવાર્ય બની જાત.

 

આ કપરી સર્જરી એ સમયે કરવામાં આવી જ્યારે પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ‘આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ’ ચાલી રહ્યો હતો. તેમ છતાં, ડૉ. રાકેશ જોશીએ જાતે આગેવાની લઈ એનેસ્થેસિયા વિભાગના ડૉ. સ્વેતા અને ટીમ સાથે મળીને ૧૯ જાન્યુઆરીએ આ સફળતા મેળવી હતી.

ઓપરેશન બાદ વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. બાળકના પિતા ભાવેશભાઈ સહાનીએ અન્ય વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, “બાળકોને આવા નાના રમકડાં ક્યારેય રમવા ન આપવા જોઈએ અને બાળક રમતું હોય ત્યારે સતત ધ્યાન રાખવું જોઈએ. સિવિલના તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે જ આજે મારો પુત્ર સુરક્ષિત ઘરે જઈ રહ્યો છે.” ભવિષ્યમાં અન્ય બાળકો સાથે આવી દુર્ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા આ કિસ્સો વાલીઓની જાગૃતિ માટે જાહેર કરવામાં આવ્યો છે.

**

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago