જમ્મુ-કાશ્મીરમાં બની રહેલા દુનિયાનો સૌથી ઉંચા ચેનાબ રેલ્વે પુલની ઓવરઆર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યુ છે. શનિવારે આ પુલનો ગોલ્ડન જોઇન્ટને લગાવવામાં આવ્યો હતો. અત્યારે પુલ બનાવવાનું કામ 98% પૂરુ થઈ ચૂક્યુ છે.
આ પ્રસંગે કર્મચારીઓએ તિરંગો લહેરાવ્યો હતો અને સાથે આતિશબાજી પણ કરી હતી. બ્રિજનું નિર્માણ કોંકણ રેલવે ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક (USBRL) પરિયોજના પ્રમાણે થયુ છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 28 હજાર કરોડ ખર્ચવામાં આવ્યા છે.