*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ૧૦૦ ફૂટના ધ્વજદંડ પર ૩૦X૨૦ નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો*.
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં જનભાગીદારી પ્રેરિત કરવા તા. ૧૩ થી ૧પ ઓગસ્ટ દરમ્યાન દેશવાસીઓને પોતાના ઘર, કામકાજના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કરેલું છે*.
*વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આ આહવાનનો પ્રતિસાદ આપતા વિશાળ તિરંગો યુનિવર્સિટીના પટાંગણમાં લહેરાવ્યો હતો*.
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ તિરંગો લહેરાવ્યો તે અવસરે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, યુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ અગ્ર સચિવ શ્રી હૈદર વગેરે પણ સહભાગી થયા હતા*.