Breaking News

ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં ઉજવાઈ રહેલ અષ્ટમ પાટોત્સવ
ઉજવણીના ત્રીજા દિવસની શરૂઆતથી હરે કૃષ્ણ મંદિર,ભાડજ માં મોટી સંખ્યામાં(પ્રમાણમાં)
શ્રધ્ધાળુઓ અને ભાવિકો (યાત્રાળુઓ) વિવિધ રાજયોમાંથી ઉત્સવમાં ભાગ લેવા આવતા ઉત્સવમાં
ભક્તિ અને ઉલ્લાસની તિવ્રતામાં ઉમેરો થયો હતો. આ ઉત્સવ ભગવાન શ્રી શ્રી રાધા માધવના
હરે કૃષ્ણ મંદિર,ભાડજમાં થયેલ સ્થાપનને આઠ વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે ઉજવાતો ઉત્સવ છે.

ભગવાન શ્રી રાધામાધવને લક્ષ્મી નારાયણ અલંકાર ના વિશેષ વસ્ત્રોથી ખૂબ જ સુંદર રીતે
શણગારવામાં આવ્યા હતા. ભગવાનશ્રી ને શણગારવામાં માટે વિશેષ પુષ્પો ભારતભરથી
મંગાવવામાં આવ્યા હતા. પાટોત્સવ તહેવારને આગળ ધપાવતા ત્રીજા દિવસે સર્વશક્તિમાન
ભગવાન શ્રી રાધા માધવની ગરુડ વાહન ઉત્સવ ની ભવ્ય યાત્રા સાથે શરૂઆત થઈ હતી. ગરુડ
વાહન આ કાર્યક્રમ માટે ખાસ રીતે રથ બનાવેલ છે અને દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ફેસ્ટિવલ
દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. આશરે 20000 કરતા પણ વધુ ભક્તો ભગવાનશ્રીના
દર્શનનો લાભ લેવા એકઠા થયા હતા અને રથને ખેંચવાની તક ઝડપી હતી. વિવિધ જાતના ખાસ
રીતે બનાવેલ પ્રસાદને રથયાત્રા દરમ્યાન ભક્તોમાં વહેંચવામાં આવ્યા. હરે કૃષ્ણ મંદિર,ભાડજના
ભક્તો દ્રારા રથયાત્રાની સાથોસાથ અતિઆનંદાયક હરિનામ સંકિર્તન કરવામાં આવ્યુ હતું.


ભવ્ય રીતે શણગાર કરેલા હિંડોળા માં ભગવાનને ઝૂલવા માં આવ્યા હતા અને સાથે શ્રી પ્રહર વોરા
તથા ગ્રુપ દ્વારા ખુબ જ સુંદર ભજન સંગીત નો આયોજન કરવા માં આવ્યું હતું. દિવસના અંતે
કાર્યક્રમના અંતસ્વરૂપ ભવ્ય મહા આરતી યોજવામાં આવ્યો.
આજના ઉત્સવના મુખ્ય આકર્ષણો

  1. શ્રી પાટોત્સવ યજ્ઞ
  2. શ્રી રાધા માધવ રથ દ્રારા – ગરુડ વાહન ઉત્સવ
  3. પાલકી ઉત્સવ
  4. શ્રી પ્રહર વોરા તથા ગ્રુપ દ્વારા ભજન સંધ્યા સાથે ભગવાન ના હિંડોળા ઉત્સવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: