
ગુજરાતના આણંદ નજીક આવેલા મોગરી ખાતે અનુપમ મીશન કાર્યરત છે. ત્યાં આવેલી સ્વામિનારાયમ સંસ્થાના કેટલાક હરિભક્તો ડલાસમાં વસે છે. આ હરિભકતો દર મહીને મળે છે ભજન અને કિર્તન કરેછે અને સ્વામીનારાયણ ભગવાન ની પુજા કરે છે. પોતાના બાળકોમાં ધર્મના સંસ્કારનું સીંચન થાય તેવા આશય સાથે હરિભક્તો મળતા હોય છે. ગઇ 25 મી તારીખના રવિવારે ડલાસમાં રહેતા હરિભક્તો મળ્યા હતા. આ સભાનું આયોજન મીકેનીમ રુતાબેન પટેલ ના ઘરે રાખવામાં આવ્યું હતું. વચનામૂતનુ વાંચન પણ કરવામા આવ્યું હતું.


તેંજ પરમ પુજય સાહેબ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ સભામાં ૪૦ ભાઈ બહેનેા અને બાળકો હાજર રહ્યા હતા. અતંમા સૌ મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હતા.