ગ્રામ સ્વાગતની કુલ 1275, તાલુકા સ્વાગતની કુલ 277 તથા જિલ્લા સ્વાગતની કુલ 27 અરજીઓનો
હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો
લોકાભિમુખ વહીવટ થકી પ્રજાના પ્રશ્નોના ત્વરિત સમાધાન માટે જિલ્લા વહીવટી તંત્રના સચોટ
પ્રયાસો
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તથા તેમની ફરિયાદો અને પ્રશ્નોના
ત્વરિત સમાધાન માટે વર્ષ 2003 માં શરૂ કરાવેલા SWAGAT ઓનલાઇન કાર્યક્રમના સફળ 20 વર્ષની
રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને સ્વાગત
સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વિશેષરૂપે કામગીરી કરીને ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના સ્વાગત
કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરિકો દ્વારા ગ્રામ સ્વાગતની કુલ 1462,
તાલુકા સ્વાગતની કુલ 284 અને જિલ્લા સ્વાગતની કુલ 28 અરજીઓ જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. જેમાંથી
ગ્રામ સ્વાગતની કુલ 1275, તાલુકા સ્વાગતની કુલ 277 તથા જિલ્લા સ્વાગતની કુલ 27 અરજીઓનો હકારાત્મક
નિકાલ કરવામાં આવ્યો હતો.
સ્વાગત સપ્તાહ અંતર્ગત અરજદારોના પ્રશ્નો બાબતે સંબંધિત કચેરીઓ દ્વારા હકારાત્મક અભિગમ સાથે
કામગીરી કરવામાં આવી હતી. અરજદારો દ્વારા સ્વાગત સપ્તાહ દરમિયાન પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા,
રોડ રસ્તા બનાવવા, જમીન સંપાદનના વળતર સહિત ગેરકાયદે બાંધકામ દૂર કરવા તથા સિંચાઇ સુવિધા, પીવાના
પાણીના જોડાણ સહિત વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિવિધ સવાલો રજૂ કરવામાં આવ્યા હતા.