કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું કેશોદ હવાઈ મથક ખાતે આગમન : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં થશે સહભાગી
…
નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ પણ સૌરાષ્ટ્ર- તમિલ સંગમ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
….
એરપોર્ટ ખાતે મહાનુભાવોને આવકારતા આવકારતા પદાધિકારી-અધિકારી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલનું કેશોદ એરપોર્ટ ખાતે આગમન થતા પદાધિકારી-અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ મહાનુભાવો સોમનાથ ખાતે આજથી પ્રારંભ થવા જઈ રહેલા સૌરાષ્ટ્ર -તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વાહન માર્ગે રવાના થયા હતા.


આ મહાનુભાવોને આવકારવા સ્વાગત અને આવકારવા માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભાનુબેન પીપળીયા, અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પિઠીયા, દિનેશભાઈ ખટારીયા, કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસીયા, જિલ્લા પોલીસ વડા શ્રી કરણરાજ વાઘેલા, પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.