ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ સેમિકન્ડક્ટર ચિપ્સના પુરવઠાને વધારવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. નીચેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે:
i) હાઈ પાવર ફ્રીક્વન્સી ઈલેક્ટ્રોનિક્સ માટે ગેલિયમ નાઈટ્રાઈડ ઈકોસિસ્ટમ એનેબલિંગ સેન્ટર અને ઈન્ક્યુબેટરની સ્થાપના.
ii) PLI સ્કીમ હેઠળ NAND ફ્લેશ મેમરીની એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP)ની સ્થાપના માટેનો પ્રોજેક્ટ.
iii) પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI)યોજના હેઠળ ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ વગેરે સહિત અલગ સેમિકન્ડક્ટર ઉપકરણો માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
iv) ઇલેક્ટ્રોનિક ઘટકો અને સેમિકન્ડક્ટર્સ (SPECS)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના હેઠળ નાણાકીય પ્રોત્સાહન.
આ માહિતી ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જરે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.