( Monia Lawansky and Stormy Deneal)
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૂક્ત કરવામાં આવ્યા છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા ગુનાહિત કેસોમાં મંગળવારે મેનહૈટનની કોર્ટમાં રજૂ થવા પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી.ટ્રમ્પ સામે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પોર્ન સ્ટારને મોંઢું બંધ રાખવા માટે પૈસા આપ્યા હતા. અને તેને સંતાડવા માટે આર્થિક રેકોર્ડમાં હેરાફેરી સહિત 34 આરોપ લગાવવામાં આવ્યા હતા. આ અગાઉ મોનિકા લેવન્સકી અને પ્રમુખ ક્લિન્ટન વચ્ચેના સેકસ સંબંધોએ ચકચાર જમાવી હતી. ત્યારે ક્લિન્ટનને ઇમ્પીચમેન્ટમાંથી પસાર થવું પડ્યું હતું.


કોર્ટમાં રજૂ થતા દરમિયાન તેમણે બધા આરોપોને ખોટા ગણાવીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવે એવો આદેશ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ ટ્રમ્પ કોર્ટમાંથી રવાના થયા હતા. આ મામલે આગામી સુનાવણી ચાર ડિસેમ્બરે થશે. ટ્રમ્પ ગુનાહિત કેસોમાં ધરપકડ થનારા પહેલા અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે.