
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ આજે નગરજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.ગાંધીનગર તથા આસપાસના વિસ્તારના નગરજનોએ આજે ટ્રેડ શોની મુલાકાત લીધી હતી.
આ પ્રદર્શનમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા તેમનાં કૌશલ્યનો ઉપયોગ રોજગારીમાં પરિવર્તીત કરવા લેવાયેલ પગલાના સ્ટોલે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લઘુ,મધ્યમ અને સૂક્ષ્મ મંત્રાલયના સહયોગથી જે કારીગરો પોતાના કૌશલ્ય પ્રમાણે પોતાનો ઉદ્યોગ સ્થાપિત કર્યા છે અને રોજગારી મેળવી રહ્યાં છે તે પેવેલિયનમાં સૌથી વધુ મુલાકાતીઓ મુલાકાત કરી પસંદગીની ચીજ વસ્તુઓ ખરીદી રહ્યાં છે.

આ ડોમની વિશેષતાએ છે કે, તેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના,ઉદ્યોગ રજીસ્ટ્રેશન,ચેમ્પિયન પોર્ટલ વગેરે જેવા MSMEના વિવિધ વિભાગો યુવાનોને તેમના કૌશલ્ય પ્રમાણે મદદરૂપ થવા માટે સહયોગરૂપ બન્યા છે.
આ પેવેલીયનમાં મહિલાઓ માટે ખાદી ઇન્ડિયા, વિવિધ પ્રકારના મસાલાની પ્રોડક્ટસ, કપડાઓ,સાડીઓ, જ્વેલરી ડેકોરેટિવ આઈટમ્સ વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સરકારના સહયોગ દ્વારા દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન ,મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ વગેરેમાંથી મહિલાઓએ ભાગ લીધો છે. આ પેવેલિયનમાં કલકત્તાની મહિલાઓ દ્વારા ખાદી સિલ્ક, કાથા વર્ક, બંગાળી વર્ક, કાશ્મીરી વર્ક તથા ભાત ભાતની રંગબેરંગી સાડીઓ, ડ્રેસ મટીરીયલ, કુર્તાઓનું સુંદર કલેક્શન મહિલાઓને મુગ્ધ કરી દે છે.

આ પેવેલીયનમાં વડોદરાની કોઈ (KOI) કંપની દ્વારા મહિલાઓ માટે પ્રીમિયમ સાથે અફોર્ડેબલ પ્રાઈઝમાં નાઈટવેર મેટરનીટી વેરનું કલેક્શન છે. આ સ્ટોલના ફાઉન્ડર ગુજરાત સરકારના એમ.એસ.એમ.ઈ મંત્રાલયના આભારી છે કે તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં વેપાર માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સહયોગી બન્યું છે