ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોજાયેલા સુપર શોપફ્લોર એવોર્ડસ -૨૦૨૩ ના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.
સતત ૦૮ માં વર્ષે યોજાયેલા આ સમારોહમાં ૧૧ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝના એક્સેલેન્સ એવોર્ડ તથા ૩૧ એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા.
પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉત્પાદન શ્રેષ્ઠતા, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, નવીનતા, ગુણવત્તા, માનવ સંસાધન, સી.એસ.આર. અને સપ્લાય ચેઇન જેવી શ્રેણીઓમાં અપાયેલા આ એવોર્ડ ઉદ્યોગકારોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડશે.
” ધી મશીનીસ્ટ ” મારફતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રૂપ ઉત્પાદન પ્રક્રિયાઓ, તકનીકી, મશીનરી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવીન પ્રણાલીઓ અંગે ઉદ્યોગ જગતમાં અનુભવ અને સંશોધન આધારિત માહિતી પીરસતું રહે છે, જે ઈન્ડસ્ટ્રીઝ ૪.૦ ના વિકાસ અને પ્રસારને વેગ આપી શકશે.