
અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને આજ રોજ અમરનાથ મહાદેવ મંદિર, સિધ્ધપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ, સિધ્ધપુર દ્વારા પૂજ્યશ્રી કુ. દિપાલી દીદીના સાનિધ્યમાં આયોજીત શ્રી રામ કથામાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કરવાનો અવસર મળ્યો.


આ કાર્યક્રમમાં અનિતાબેન પટેલ પ્રમુખ સિધ્ધપુર નગરપાલિકા, વિષ્ણુભાઈ પટેલ – ચેરમેન એ.પી.એમ.સી સિધ્ધપુર, સોનલબેન ઠાકર ઉપપ્રમુખ સિદ્ધપુર નગરપાલિકા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, જયેશભાઇ પંડ્યા – શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી – મનીષભાઈ પ્રજાપતિ, અંકુરભાઈ મારફતીયા, અશોકભાઈ પટેલ, પ્રવિણભાઈ મોદી, જે.બી. આચાર્ય, મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા…

