25-11
સિદ્ધપુર શહેર ખાતે કાકોશી ફાટક ઉપર નવનિર્મિત “રેલવે ઓવરબ્રિજ” માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે લોકાર્પિત કર્યો, આ ઓવરબ્રીજનાં નિર્માણથી રાજપુર અને તાહેરપુરા સહીત વિસ્તારના ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. ઝાંપલીપોળ થી કાકોશી ચારરસ્તા જવું સરળ બનશે અને વાહનચાલકો માટે અંતર ઘટાડો થવાને કારણે ઈંધણ તેમજ સમય બચશે, કારતક મેળામાં આવનાર લોકોને બહુ મોટો ફાયદો થશે. અને આસપાસનાં નગરજનોની સુગમતા વધશે.
આ પ્રસંગે નંદાજી ઠાકોર – પ્રદેશ ઉપાધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ગિરીબેન ઠાકોર તથા એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, પ્રદિપસિંહ રાઠોડ – આર.એ.સી પાટણ, શંભુભાઈ દેસાઈ, વિસ્તારક – ભગીરથસિંહ જાડેજા, કૃપાબેન આચાર્ય, નગરપાલિકાના કોર્પોરેટરશ્રી સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.